Pages

Search This Website

Thursday, June 17, 2021

ડીસામાં સૌથી લાંબો 3.7 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ તૈયાર; ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર

 ડીસામાં સૌથી લાંબો 3.7 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ તૈયાર; ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર

ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ફ્લાય ઓવર બ્રિજ મજૂર કરવામાં આવેલ હતો. જેનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે. આ ઓવર બ્રિજનો ટ્રાયલ રન પણ લેવાઈ ગયો છે અને ટૂંક સમયમાં આ બ્રિજ પબ્લિક માટે ખુલ્લો મુકાઈ જાય એવી શક્યતા. અહીં આ ઓવર બ્રિજનો રાત્રીનો નજારો આપેલ છે. આ ઓવર બ્રિજ રાત્રે કેવો દેખાય છે જુઓ એના ફોટોગ્રાફ.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની મધ્યમાંથી નેશનલ હાઈવે નંબર 27 પસાર થાય છે. આ ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જોડતો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે NHAI દ્વારા ફોર લેન એલિવેટેડ કોરિડોર પુલ બનાવવાનું આયોજન કરાયું હતું. ડીસા એલિવેટેડ કોરિડોરમાં ટ્રાફિક માટે 4 લેન ઉપર તેમજ 4 લેન નીચે તથા 2 લેનવાળા બંને તરફના સર્વિસ રોડનો સમાવેશ કરાયો છે.




ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર તરીકે આ બ્રિજ અવ્વલ છે. કોરોનાની બંને લહેર છતાં યુદ્ધના ધોરણે આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજમાં 80 હજાર ઘન મીટર કોંક્રિટ વપરાયું છે.


ડીસા શહેરની વધેલી ટ્રાફિક સમસ્યા તથા અકસ્માત નિવારવા માટે આ બ્રિજનું નિર્માણ કરાયું છે.

આ બ્રિજથી મોટાં વાહનો સરળતાથી ડીસા શહેરને ડિસ્ટર્બ કર્યા વિના બારોબાર આવ-જાવ કરી શકશે.

No comments:

Post a Comment