Pages

Search This Website

Tuesday, June 1, 2021

ધોરણ-૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે "બ્રિજકોર્સ-કલાસરેડીનેશઃ જ્ઞાનસેતુ'' કાર્યક્રમ બાબત.

 ધોરણ-૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે "બ્રિજકોર્સ-કલાસરેડીનેશઃ જ્ઞાનસેતુ'' કાર્યક્રમ બાબત. 1/6/2021.

તા.૭ જુન, ૨૦૨૧ થી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થનાર છે. રાજય સરકાર ધ્વારા આ નવા શૈક્ષણિક સત્રમાં શરૂઆતના એક માસ દરમ્યાન આગલા ધોરણના લર્નિંગ આઉટકમના પુનરાવર્તન સ્વરૂપે ધોરણ–૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે "બ્રિજકોર્સ-કલાસરેડીનેશઃ જ્ઞાનસેતુ" કાર્યક્રમ ચલાવવાનું નકકી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સબંધિત તમામ માહિતી સંદર્ભદર્શિત પત્રમાં અગાઉ આપને જણાવવામાં આવેલ છે. આ જ્ઞાનસેતુ મટિરિયલ્સ આપને તા.૭, ૬.૨૦૨૧ સુધીમાં પાઠય પુસ્તક મંડળ ધ્વારા તાલુકા કક્ષા સુધી પહોંચતું કરવામાં આવશે. આ સાહિત્ય આપની જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કેજીબીવી, મોડલ સ્કુલ/મોડલ ડે સ્કુલ તેમજ આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓને તા.૧૦ જુન, ૨૦૨૧ સુધીમાં પહોંચાડવા વિનંતી. આ સાહિત્ય સમગ્ર શિક્ષાની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. તા.૧૦ જુન, ૨૦૨૧ થી એક માસ સુધી "બ્રિજકોર્સ–રેડીનેશઃ જ્ઞાનસેતુ” કાર્યક્રમ દુરદર્શન કેન્દ્ર, ડીડી ગિરનાર ચેનલ મારફત પ્રસારિત કરવામાં આવશે. બાયસેગની વંદે ગુજરાત ચેનલ પરથી પણ પ્રસારીત કરવામાં આવશે. તેમજ સગમ્ર શિક્ષાની વેબસાઈટ તેમજ દિક્ષા પ્લેટફોર્મ પર પણ અપલોડ કરવામાં આવશે.

''બ્રિજકોર્સ–કલાસરેડીનેશઃ જ્ઞાનસેતુ'' કાર્યક્રમ સબંધિત તૈયાર કરવામાં આવેલ ઉકત સાહિત્યના કેવી રીતે ઉપયોગ કરવો તેમજ વિદ્યાર્થીઓને કઈ રીતે માર્ગદર્શન આપવું તે માટે શિક્ષકશ્રીઓ, સીઆરસી કો-ઓર્ડિનેટરશ્રી, બીઆરસી કો-ઓર્ડિનેટરશ્રી અને અન્ય સબંધિતો માટે આગામી તા.૭, ૮, ૯ જુન-૨૦૨૧ સવારે ૮ થી ૧૨ કલાક દરમ્યાન બાયસેગના માધ્યમથી તેમજ માઈક્રોસોફટ ટીમ, યુ-ટયુબ લાઈવથી તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. તા.૭ જુન, ૨૦૨૧ ધોરણ-૧ થી ૫ ના શિક્ષકો માટે, તા.૮ જુન, ૨૦૨૧ ધોરણ-૬ થી ૮ ના શિક્ષકો માટે તેમજ તા.૯ જુન, ૨૦૨૧ ધોરણ-૯ અને ૧૦ ના શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન માનનીય શિક્ષણમંત્રીશ્રી, માનનીય રાજય કક્ષાના શિક્ષણમંત્રીશ્રી, માનનીય સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), શિક્ષણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના ખાતાના વડાઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

 ધોરણ-૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે "બ્રિજકોર્સ-કલાસરેડીનેશઃ જ્ઞાનસેતુ'' કાર્યક્રમ બાબત

No comments:

Post a Comment