Pages

Search This Website

Thursday, June 3, 2021

કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં બમણો ફાયદો થવાનો છે. તેમને ડીએની સાથે એપ્રેઝલ પણ મળશે જે પછી તેમના પગારમાં ઘણો વધારો થઈ જશે.

 કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં બમણો ફાયદો થવાનો છે. તેમને ડીએની સાથે એપ્રેઝલ પણ મળશે જે પછી તેમના પગારમાં ઘણો વધારો થઈ જશે.

  • કેન્દ્રીય કર્મચારીઓને બમણો ફાયદો મળશે
  • ડીએની સાથે એપ્રેઝલ પણ મળશે
  • આનાથી પગારમાં મોટો વધારો થઈ જશે

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એપ્રેઝલ વિન્ડો શરુ કરી છે. એપ્રેઝલ વિન્ડો 30 જુન સુધી ખુલ્લી રહેશે. 30 તારીખ સુધીમાં તમામ કર્મચારીઓે પોતાનું સ્વ આકારણી ફોર્મ ભરીને સમયસર જમા કરાવી દેવુ પડશે.

અપ્રેઝલનું કામ એન્યુઅલ પર્ફોમન્સ અસેસમેન્ટ રિપોર્ટ હેઠળ કરવામાં આવશે. આ અપ્રેઝલાં તમામ કેન્દ્રીય કર્મચારીઓને સામેલ કરવામાં આવશે .

જુલાઈ સુધીમાં વધી શકે છે મોંઘવારી ભથ્થું 

કેન્દ્રીય કર્મચારીઓનો પગારમાં જુલાઈ મહિનામાં વધારો થઈ શકે છે. હાલમાં કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થું ચુકવાય છે. જુલાઈથી મોંઘવારી ભથ્થું 11 ટકાથી વધીને 28 ટકા થવાની ધારણા છે તેનાથી તેમની સેલેરીમાં મોટો વધારો થઈ શકે છે.

કર્મચારીઓને સીધો બે વર્ષનો ફાયદો મળવાનો છે કારણ કે જાન્યુઆરી 2020 માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં બીજી વાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો હતો આ રીતે કુલ 28 ટકા ભથ્થું થયું છે. 

કેન્દ્રીય  કર્મચારીઓ માટે બીજા પણ એક સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓને ત્રણ પેન્ડિંગ હપ્તા પણ ચુકવાશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા દરથી ડીએ ચુકવાય છે. અને જ્યારે 1 જુલાઈથી તેમનું મોંઘવારી ભથ્થું વધીને 28 ટકા થઈ જશે ત્યારે તેમના પગારમાં અનેક ગણો વધારો થઈ જશે તે નક્કી છે.

Source : Vtv ન્યૂઝ રિપોર્ટ

No comments:

Post a Comment