Pages

Search This Website

Saturday, July 24, 2021

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૧ની પરીક્ષાના એડમિટ કાર્ડ, હોલ ટિકિટ, પ્રવેશિકા ડાઉનલોડ કરવા માટેની પ્રેસ નોટ

 ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૧ની પરીક્ષાના એડમિટ કાર્ડ, હોલ ટિકિટ, પ્રવેશિકા ડાઉનલોડ કરવા માટેની પ્રેસ નોટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે તા.૦૬/૦૮/૨૦૨૧, શુક્રવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૧ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (પ્રવેશિકા/Hall Tirket) ફક્ત ઓનલાઈન મૂકવામાં આવશે. જેની ગુજકેટ-૦૨૧ ના તમામ ઉમેદવારોએ વાલીઓએ તથા રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.

ગુજકેટ-૨૦૨૧ ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમીશન કાર્ડ (પ્રવેશિકા) ઑર્ડની વેબસાઈટ https://gujcet.gsebht.in/ અથવા gsebht.in અથવા www.gseb.org પરથી તા.૨૪/૦૩/૨૦૧ થી Download કરવાનું રહેશે. જેમા ઉમેદવારોએ ગુજકેટ-૨૦૨૧ માટે પરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેઈલ આઈ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમીશન કાર્ડ (પ્રવેશિક/Hall Ticket) ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમીશન કાર્ડ (પ્રવેશિકા) Search કરી જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકો. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પોતાના ઈન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નો ઉપયોગ કરી લોગ-ઈન કરીને પોતાની શાળાના ગુજકેટ-૨૦૨૧ માટેના ઉમેદવારોના એડમીશન કાર્ડ (Hall Ticket) ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે,

ગુજકેટ-૨૦૨૧ માટેની એડીશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket ) ફક્ત ઓનલાઈન માધ્યમથી મળી રહેશે જે પરીક્ષામાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટીકીટ પર શાળાના આચાર્યશ્રીઓના સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો. વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીએ પરીક્ષા દરમ્યાન એડમીશન કાર્ડ (પ્રવેશિકા /Hall Ticket) સાથે કોઈ પણ એક ફોટો આઈ.ડી પ્રૂફ (આધાર કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા ધોરણ-૧૨ની પરીક્ષાની હોલીકીટ) સાથે લઈ જવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.

અગત્યની લિંક

ગુજકેટ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ગુજકેટ હોલટીકીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૧ની પરીક્ષાના એડમિટ કાર્ડ, હોલ ટિકિટ, પ્રવેશિકા ડાઉનલોડ કરવા માટેની પ્રેસ નોટ

No comments:

Post a Comment