Pages

Search This Website

Wednesday, August 4, 2021

સરકારી પ્રાથમિક શાળાઓ અને કેજીબીવીમાં ટીવી, કેયુ બેન્ડ ડિશ-સેટટોપ બોક્ષ, લેપટોપ, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રિફિકેશન સહિતની સુવિધા સાથે પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ બાબત

 સરકારી પ્રાથમિક શાળાઓ અને કેજીબીવીમાં ટીવી, કેયુ બેન્ડ ડિશ-સેટટોપ બોક્ષ, લેપટોપ, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રિફિકેશન સહિતની સુવિધા સાથે પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ બાબત

રાજયની માત્ર ધો.૧ થી ૫ ધરાવતી પ્રાથમિક સ્તરની શાળાઓ અને કેજીબીવીમાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો અને BISAGના માધ્યમથી પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યમોનો લાભ લઇ કે તેમજ ઉપલબ્ધ ઇ-ટેન્ટની મદદથી અભ્યાસ કાર્ય કરી શકે તે માટે આ સાથે સામેલ થાદી મુજબની શાળાઓમાં એલઇડી ટીવી, કેયુ બેન્ડ ડિશ-સેટટોપ બોક્ષ, લેપટોપ, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રિફિકેશન સહિતની સુવિધા સાથે પ્રાથમિક કક્ષાના જ્ઞાનવુંજ પ્રોજેક્ટના અમલીકરણનું આયોજન કરવામાં આવેલ છે.

ઉપર્યુક્ત પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલ શાળાના એક વર્ગખંડમાં અમલીકરણ માટે જરૂરી નીરોની સાધન-સામગ્રીના સપ્લાય, ઈન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ માટે એજન્સી M/s Armee Infotech Pvt. Ltd.નિયત થયેલ છે.


અમલીકરણ માટે નિયત થયેલ સેલા એજન્સી એલઇડી ટીવી, કેય બેન્ક ડિશ સેટટોપ બોલ, લેપટોપ, પેન ડ્રાઇવના સપ્લાય-ઇન્સ્ટોલેશન અને જરૂરી ઇલેક્ટ્રિફિકેશન કરવા તેમજ ત્રણ વર્ષ સુધી ઓનસાઇટ વોરંટી સપોર્ટ પુરો પાડી સતત કાર્યરત સ્થિતિમાં રાખવા માટે વાબદાર છે.

સદર અમલીકરણ માટે શાળા કક્ષાએ પ્રાથમિક કક્ષાના શનકુંજ પ્રોજેક્ટ શરૂ કરવા માટે નીચેની માર્ગદર્શક સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.

1. ઉક્ત સાધન-સામગ્રીની ડીલીવરી અને ઇન્સ્ટોલેશન માટે એલઇડી ટીવીનું વજન સદી શકે તેવી મજબૂત દિવાલ ધરાવતા વર્ગખંડની પસંદગી કરવી તેમજ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વ્યવસ્યા શાળા કક્ષાએથી કરવા જરૂરી સૂચના આપવી.

2. જિલ્લા / તાલુકા કક્ષાના સંબંધિત ટેક્નિકલ સ્ટાફે પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને આપેલ સાધનોના સંકલિત ઉપયોગની વિશેષ સમજ આપવા સ્થાનિક શાળા કક્ષાએ જરૂરી સહયોગ આપવાનો રહેશે. (MIS શાખા)

3. સંબંધિત દરેક શાળાના વર્ગો માટે માઈક્રોસોફ્ટ ટીમ્સ ના આઈ.ડી. બનાવવામાં આવેલા છે. હાલની નિયંત્રિત પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય માટે શાળા કક્ષાએથી મો લેપટોપ અને માઇક્રોસોફ્ટ ટીમ્સના આપેલા આઈ.ડી.નો ઉપયોગ કરી જીવંત વર્ચ્યુઅલ ક્લાસથી શિક્ષણ કાર્ય કરી શકશે. પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પુરી પાડવામાં આવેલ સાધનોનો અસરકારક અને મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. 

અગત્યની લિંક

પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

સરકારી પ્રાથમિક શાળાઓ અને કેજીબીવીમાં ટીવી, કેયુ બેન્ડ ડિશ-સેટટોપ બોક્ષ, લેપટોપ, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રિફિકેશન સહિતની સુવિધા સાથે પ્રાથમિક કક્ષાના જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ બાબત

No comments:

Post a Comment