Pages

Search This Website

Monday, January 15, 2024

Cyber Fraud: હવે સાયબર ઠગથી બચવું સહેલું, ડાયલ કરો 2 કલાકમાં આ નંબર

બેન્ક ફ્રોડ થાય તો 1930 નંબર 2 કલાકમાં ડાયલ કરો, રકમ પરત આવવાની શક્યતા

જો તમે સાયબર ક્રાઇમ (Cybercrime)નો ભોગ બન્યા છો, તો તરત જ રાષ્ટ્રીય અખંડ ભારત 1930 (National pan-India 1930) પર ઘટનાની જાણ કરો. ભારત સરકારના ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) લોકોને મદદ કરવા માટે 1930ને સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ હેલ્પલાઇન તરીકે રજૂ કર્યું.

જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર છો, તો પહેલા શું કરવું તે જાણવું ખૂબ જ જરૂરી છે. જો યોગ્ય સમયે યોગ્ય પગલું લેવામાં આવે તો એકાદ-બે કલાકમાં તમારા તમામ પૈસા તમારી બેંકમાં પરત આવી શકે છે.

બેન્ક ફ્રોડ થાય તો શું કરવું ??

બેંક રોડ રોકવા માટે ગૃહ મંત્રાલય દ્વારા 2020 માં 155260 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 2022 માં આ નંબર બદલીને 1930 કરવામાં આવ્યો છે. જો કોઈ બેંક થાય તો ફ્રોડ બંનેના બે કલાકની અંદર 1930 નંબર ડાયલ કરી અને પૂરતી માહિતી આપવી. બેંકમાં જે રજીસ્ટર નંબર હોય તે નંબરથી જ માહિતી આપવી.

સરકારી હેલ્પલાઇન નંબર 1930 નો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?

તમે 1930 નંબર પર તમારી ફરિયાદ નોંધાવતાની સાથે જ સરકાર તેની કેન્દ્રિય સિસ્ટમ અને બેંક દ્વારા તમારા ખાતાની તપાસ કરવાનું શરૂ કરે છે. આ પછી, તે એકાઉન્ટ અથવા UPI IDનું ટ્રેકિંગ શરૂ થાય છે જેના દ્વારા પૈસા ઉપાડવામાં આવ્યા છે. આ પછી, સરકાર તે બેંક અને શાખાના નોડલ અધિકારીનો સંપર્ક કરે છે અને છેતરપિંડી વિશે માહિતી આપે છે. બેંક કર્મચારી અથવા નોડલ ઓફિસર તમારા ખાતામાંથી થયેલા વ્યવહારોની તપાસ કરશે અને જોશે કે કયા ખાતામાં અને કોના દ્વારા પૈસા ગયા છે. તમામ માહિતી એક્સ્ટ્રેક્ટ કર્યા પછી, બેંક તે ખાતાના ટ્રાન્ઝેક્શનને ફ્રીઝ કરી દેશે જેથી તેમાં પડેલા પૈસા ઉપાડી ન શકાય.

લોકલ પોલીસ અથવા સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરી શકો છો. જે પણ ફ્રોડ થયું તેની પોલીસ ફરિયાદ ઘટનાના 3 દિવસમાં જ કરવી જોઈએ. આ અંગે ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી શકો છો. ઘરે બેઠા ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરવા માટે તમે સરકારની અધિકૃત વેબસાઈટ https://www.cybercrime.gov.in/ પરથી ફરિયાદ કરી શકો છો. જો તમે તમારી બેન્ક અથવા પોલીસને ફરિયાદ કરો છો, તો ફરિયાદ કર્યાના 7થી 10 દિવસમાં તમારા એકાઉન્ચમાં પૈસા પરત આવી શકે છે. ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમ બાબતે એક નંબર પણ જાહેર કર્યો છે. 1930 નંબર પર ફોન કરીને તમે ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. 


અનેક વાર સાંભળ્યું હશે કે, જે લોકો સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે તેમાં ખુદની જ કોઈ ભૂલ હોય છે. જો તમે પણ તમારી અંગત માહિતી અથવા OTP શેર કર્યો હોય તો આ પરિસ્થિતિમાં રિફંડ સરળતાથી મળતું નથી. લોકોને અલગ અલગ પ્રકારે ઓનલાઈન છેતરપિંડીના શિકાર બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ક્રેડિટ કાર્ડ નંબર, પેમેન્ટ એપ્સના યુઝર નેમ, UPI પિન, પાસવર્ડ જેવી પર્સનલ જાણકારી શેર ના કરવી જોઈએ. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા સમયે કોઈપણ વ્યક્તિને OTP ના જણાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી તમારા એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ કારણોસર થોડા થોડા સમયે તમારો પાસવર્ડ બદલતા રહો, જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય. 

No comments:

Post a Comment