બદલી થયેલા શિક્ષકોને ૧૦૦ % પ્રમાણે છૂટા કરવા બાબત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજુઆત
મેં. સાહેબશ્રી,
જયભારત સહ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે હાલમાં ઑનલાઈન આંતરિક બદલી કેમ્પો મોટાભાગના જિલ્લાઓમાં પૂરા થવામાં છે અને બાકીના જિલ્લાના કેમ્પો પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. તા.૨૩-૫-૨૦૧૨ના બદલીના નિયમો પ્રમાણે બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા માટે ૧૦નો નિયમ હોઈ આપની કક્ષાએથી શિક્ષણ વિભાગની મંજૂરી લઈ ૧૦૦% પ્રમાણે છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી અમારી વિનંતી છે.
ભૂતકાળમાં બદલી થયેલા શિક્ષકોને શિક્ષણ વિભાગની મંજૂરી સાથે સને.૨૦૧૫માં ૫૦% પ્રમાણે છૂટા કરવા અને સને ૨૦૧૭માં ૧૦૦% પ્રમાણે છૂટા કરવા નિર્ણય લેવામાં આવેલ હતો. તે મુજબ હાલમાં કેમ્પ પૂરા થવામાં છે અને રાજ્યમાં ઘણા બધા શિક્ષકોના છૂટા થવાના પ્રશ્નો છે તો શિક્ષણ વિભાગની મંજૂરી લઈ ૧૦૦% અથવા ૫૦% પ્રમાણે શિક્ષકોને છૂટા કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે.
વધુમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકો ૧૦૦, સ્ટાફ હોય તો છૂટા કરવામાં આવતા નથી. તે જગ્યા જ્યારે ભરાય ત્યારે છૂટા કરવામાં આવે છે. માંગી હોય એ જગ્યા પણ ખાલી હોય એટલે બેમાંથી એક જગ્યા તો ખાલી રહેવાની જ છે તો જયાં ૧૦૪ સ્ટાફ હોય અથવા નિયમ મુજબ ઘટ વાળો છૂટો થાય તો એને પણ છૂટો કરવા અમારી માંગણી છે.
બદલી થયેલા શિક્ષકોને ૧૦૦ % પ્રમાણે છૂટા કરવા બાબત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજુઆત
No comments:
Post a Comment