સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તા.૧૬/૧૦/૨૦૨૧ના પરિપત્ર ક્રમાંક: ટીઆરએફ/૧૦૨૦૨૧/૪૩૬૭૪૭/ગ-૨ થી સામાન્ય વહિવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ જાહેર હિત, વહીવટી જરૂરીયાતો તથા કામના હિતને પ્રાધાન્ય આપીને શક્ય હોય ત્યાં સુધી પતિ પત્નીને એક જ સ્થળે રાખવા અંગેના તેમજ દિવ્યાંગોની બદલી અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોનું સર્વે વિભાગોને પાલન કરવા સૂચનાઓ પરિપત્રિત કરેલ છે. આ પરિપત્રમાં "રાજ્ય ૨ાકારના બોર્ડ, કોર્પોરેશન, અનુદાનિત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીની નોકરી મોટેભાગે બિન-બદલીપાત્ર હોય છે. આવા સંજોગોમાં પાંત કે પત્ની, જે રાજ્ય કે પંચાયત સેવામાં ફરજ બજાવતા હોય તો તેને બદલીથી અથવા સમકક્ષ જગ્યા ઉપર પ્રતિનિયુક્તિથી એક જ સ્થળે નજીકના સ્થળે નિમણૂંક આપવાની વિચારણા કરવાની રહેશે. આ પ્રકારે બદલી/પ્રતિનિયુક્તિથી નિમણૂંક કરતા પહેલા ૨ક્ષમ સત્તાધિકારીએ જાહેર હિત વહિવટી જરૂરીયાત અને કામગીરીને પ્રાધાન્ય આપવાનું રહેશે. તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.
વિભાગના તા.૧૮/૦૨/૨૦૧૪ના ઠરાવ ક્રમાંક: પીઆરઈ/૧૧-૨૦૧૨/૧૧૬૫/૬ થી રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની બદલીના નિયમોમાં પતિ કે પત્ની શિક્ષક કે િિક્ષકાની નોકરી કરતા હોય ત્યારે તેમના પત્ની કે પતિ ગુજરાત સરકારના અન્ય ખાતાં, પંચાયત સેવા, ભારત સરકારના ખાતા, ગુજરાત સ૨કા૨ના બોર્ડ કોર્પોરેશન કે ભારત સરકારના બોર્ડ, કોર્પોરેશન કે ભારત સરકારના બોર્ડ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય તો તે બંનેને પણ શિક્ષક દંપતિના ધોરણે અગ્રતા આપીને બદલીનો લાભ આપી શકાશે તેવી જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે. આ જોગવાઇમાં રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતાં શિક્ષક કે શિંકાના પતિ કે પત્ની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં હોય તો તેમનો રામાવેશ કરવામાં આવેલ નથી.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહિવટી કર્મચારી દ્વારા તા.૨૩/૧૦/૨૦૨૧ના પત્રથી(નકલ સામેલ ) સામાન્ય વહિવટ વિભાગના તા.૧૬/૧૦/૨૧ના પરિપત્રનો લાભ બિન રારકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને આપવા રજૂઆત કરેલ છે. આથી, સામાન્ય વહિવટ વિભાગ દ્વારા
તા.૧૬/૧૦/૨૨૧ના પરિપત્રથી કરવામાં આવેલ જોગવાઈ ધ્યાને લઇ, તા.૧૮/૦૨/૨૦૧૪ના ઠરાવમાં સુધારો કરી ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકના પતિ કે પત્ની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતાં હોય તો તેઓને પણ બદલીનો લાભ આપવા અંગે નિયમાનુસારની વિચારણા કરવા વિનંતી છે.