Pages

Search This Website

Tuesday, November 16, 2021

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકો માટેના પ્રવેશ, ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત

 ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકો માટેના પ્રવેશ

ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કુલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ ૧૨ (બી / એ.બી. ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નીટ-યુજી ૨૦૨૧ માં ઓલ ઇન્ડિયા ઓવર ઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના પ્રવેશ નિયમો તેમજ જે-તે કાઉન્સિલ ના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીની કૉલેજમાં (સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોના સમાવેશ સાથે) ઉપરોક્ત અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રવેશ માટે અરજી (નોંધણી) અને પ્રમાણપત્રોની ચકાસણી અંગેનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવશે.


ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેનો પિન (PIN) પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પરથી ઓનલાઇન રૂ. ૨૦૦/- (બસો રૂપિયા પુરા,/ નોન-રીફંડેબલ) ની ચુકવણી પર ઉપલબ્ધ થશે.

ઉમેદવારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે, ઉમેદવાર, પોતાની જાતે, રજીસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે, અરજી ચકાસણી કરાવવા માટેની સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે. જાહેર રજાઓ અને રવિવારના રોજ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી બંધ રહેશે. બાકી ના દિવસો માટે ઉપર મુજબની પ્રક્રિયા ચાલુ રહેશે. લોકલ કવોટાના ઉમેદવારો માટે; જે ઉમેદવાર શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ અથવા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સુરત ના લોકલ ક્વોટાની બેઠક માટે અરજી કરવા માગતા હોય, તેવા ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓ લોકલ અમદાવાદ સુરત ના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીનશ્રી પાસેથી મેળવવું જરૂરી છે જે અંગે સંબંધિત કોલેજ નો સંપર્ક કરવો.

*સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોના ઉમેદવારો માટે: સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકો માટે જે વિદ્યાર્થીઓએ ૧૨મું ધોરણ (બી / એ.બી. જૂથ સાથે વિજ્ઞાન પ્રવાહ) ભારતમાં કોઈપણ પરીક્ષા બોર્ડમાંથી પાસ કર્યું છે અને નીટ-યુજી ૨૦૨૧ માં ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ લાયકાત ધરાવતા હોય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકારના પ્રવેશ નિયમો અનુસાર અને સંબંધિત કાઉન્સિલના નિયમોને પાત્ર હોય તેવા


વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ફોર્મ ભરી શકશે. એન.આર.આઇ. ઉમેદવારો માટે: ઉમેદવારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ, વહીવટી ફી તરીકે “ACPUGMEC, payable at Gandhinagar” નામનો રૂ. ૧૦,૦૦૦/- (દસ હજાર રૂપિયા પુરા/-) નો ડિમાન્ડ ડ્રાફ્ટ, એડમિશન કમિટીની ઓફિસ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે. રજીસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગેના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે ઉમેદવારે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. હેલ્પ સેન્ટરોની યાદી પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પર ઉપલબ્ધ છે. પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી વેબસાઇટ www.medadmgujarat.org પર ઉપલબ્ધ છે. પ્રવેશ સમિમિત દ્વારા અપડેટ કરેલી માહિતી માટે વારંવાર આ વેબસાઇટની મુલાકાત લેવી..

અગત્યની લિંક

મેડિકલ પ્રવેશ પ્રક્રિયા માટેની જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વધુ વિગત માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ: હવે પછીની તમામ પ્રવેશ પ્રક્રિયાની માહિતી એડમિશન કમિટીની વેબસાઇટ (www.medadmgujarat.org) ઉપર જ પ્રસિદ્ધ કરવામાં આવશે.

No comments:

Post a Comment