Pages

Search This Website

Tuesday, November 9, 2021

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે ઓફલાઈન ક્લાસ

 પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે ઓફલાઈન ક્લાસ

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શરૂ થશે.

ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા સરકારની કવાયત્

1 ડિસેમ્બરથી વર્ગો શરૂ થાય તેવી શકયતા

ધો 1 થી 5 ના વર્ગોનો સાપ્તાહિક સમય ઘટાડાશે

સપ્તાહનું શૈક્ષણિક સત્ર 6ની જગ્યાએ 4 દિવસ કરાશે 

વર્ગ 1 થી 5 ના શૈક્ષણિક સત્રના દિવસમાં થશે વધારો

કોરોના કાળમાં તમામ શાળા બંધ રાખવાના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે બાદ સંક્રમણ ઓછુ થતા રાબેતા મુજબ કેટલાક વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી શાળાઓમાં 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે હવે ડિસેમ્બરથી બાકી રહેલા ધોરણોના વર્ગો ઓફલાઈન શરૂ કરવા સરકારે મન બનાવી લીધૂ હોય તેવા સંકેત મળી રહ્યા છે. અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.

    5 નવેમ્બરના રોજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા હતા સંકેત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.

No comments:

Post a Comment