ટીચર પોર્ટલ પર શિક્ષકોની માહિતી અપડેટ કરવા બાબત
આપ સર્વે સુવિદિત હશો કે આગામી 11/08/2021 ના રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ થવા જઈ રહ્યું છે, ત્યારે *Teacher Portal નો DATA* ઉપયોગમાં લેવાનો હોઈ એ DATA ઝડપથી અપડેટ થાય તે ખુબ જરૂરી છે. આ માટે Teacher Portal નો DATA આપના DMIS સુધી મોકલી આપવામાં આવેલ છે. રાજ્યમાં 7000 થી વધુ HTAT principal કાર્યરત છે, જેના માટે એક અપડેટ મુકવામાં આવ્યું છે. *Teacher Portal પર જ્યાં HTAT principal માટે નવું અપડેટ મુકવામાં આવ્યું જેમાં હોદ્દાની (designation) વિગતમાં સામે જ્યાં આચાર્ય તરીકે HTAT છે ત્યાં principal (HTAT) અને જ્યાં આચાર્ય તરીકે મુખ્ય શિક્ષક છે ત્યાં principal સિલેક્ટ કરી અપડેટ કરવું* તેમજ *શિક્ષકનાં હાલનાં ભણાવતા ધોરણ અને વિષય* અપડેટ કરવા. અને બદલી કરીને આવેલ શિક્ષકોના ધોરણ અને વિષયમાં પણ જૂની શાળા પ્રમાણે વિગતો જોવા મળે છે જે *નવા શૈક્ષણિક વર્ષમાં ભણાવતાં ધોરણ અને વિષય મુજબ તાત્કાલિક ધોરણે અપડેટ કરવા* સુચના આપશો. આ DATA આગામી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે અગત્યનો હોઈ તાત્કાલિક ધોરણે અપડેટ થાય તે ખુબ જરૂરી છે. તો *બી.આર.સી કો અને સી.આર.સી.કો. ને સાથે રાખી BMIS મારફતે Teacher Portal નો DATA તાત્કાલિક ધોરણે* અપડેટ થાય તે માટે આપની કક્ષાએથી સુચના આપી દીન-૨ માં આ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.
No comments:
Post a Comment