Pages

Search This Website

Sunday, November 6, 2022

Online Badli @dpegujarat.in all in one Information

 Online Badli @dpegujarat.in all in one Information

Online Shikshak Badli all updates @dpegujarat.in. 

ઓનલાઇન બદલી ઓલ ઇન વન માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 

મહત્વપૂર્ણ લિંક

પ્રાથમિક શાળાના શિક્ષકોના ટૂંક સમયમાં જિલ્લાફેર આંતરીક બદલીના ઓર્ડરો થશે


અગત્યની લીંક 

મહત્વપૂર્ણ લિંક

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન બદલી ફોર્મ ભરવા કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

નલાઇન બદલી ફોર્મ ભરવા ની નવી સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન બદલી માટે કયા ડોક્યુમેન્ટસની જરૂર પડશે. ?? સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન બદલીની વેબસાઈટમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો


dpegujarat.in | Primary Teacher Online Badli Camp 2022 | Online Badli Portal

Primary Teacher Online Badli Camp 2022 : dpegujarat.in is the official platform for the online transfer camp of primary teachers. Teachers who want to transfer will have to go to this platform and apply online. Teacher Transfer Portal was launched by the Director of Primary Education, Gujarat. Please read the full article for the latest news of the online badli camp November 2022.

The official portal for online Transfer camp dpegujarat.in has been launched. Teachers who wish to be transferred can apply online. Gujarat State Education Department has issued a circular on 8th June 2022 and all the instructions have been given. If you want information about online badli camp latest news 2022 then you are on the right page.

ઑનલાઇન બદલી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના 

  • અરજી કારનાર શિક્ષકશ્રી શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળામાં અને પ્રકરણ -ઉનિયમ -૧૦ ( ક ) ની જોગવાઈ મુજબ કપાત પગારી રાજાઓ ભોગવેલ હોય તો તે રજાનો સમયગાળો બાદ કરી ને ચોખ્ખી -૩ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તે જ શિક્ષક ઓનલાઈન આંતરિક માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે .
  • જિલ્લામાં આંતરિક ઓનલાઇન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કોઇપણ સંજોગોમાં તે ઓર્ડર રદ થઇ શકશે નહીં , જેની તમામે ખાસ નોંધ લેવી .
  • સૌ પ્રથમ શિક્ષકશ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નુમનો તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાનો રહેશે .
  • ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાના રહેશે .
  • આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી લેવી કે લખી લેવી .
  • તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી .
  • ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌપ્રથમ તમારા ઇમેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે . Click Here For New Registration
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે . ઇમેલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે . જિલ્લો / ન , શિ , સ . પસંદ કરવાનો રહેશે . તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે . પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ લખવાનો રહેશે . રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે .
  • રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓટીપી આવશે . સાચો ઓટીપી એન્ટર કરી સબર્મીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે .
  • હવે અરજદારશ્રીએ હોમ પેજ પર Login With Your Credentials માંરજીસ્ટ્રેશન કરેલ ઇમેલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે . કેપ્ચા કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો .
  • જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે .
  • લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે . જેમાં તમારું પુરૂં નામ , મોબાઇલ નંબર અને ઇમેલ આઇ.ડી. આવી જશે . બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે .
  • સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે . જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે , તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે .
  • ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં ધો . ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા , ગણિત – વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે .
  • જાતિમાં પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે .
  • શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .
  • તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .
  • ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે .
  • ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસકોડ લખવાનો રહેશે
  • ગામનું નામ લખવાનું રહેશે .
  • ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમની તારીખ પણ આધારો મુજબની લખવાની રહેશે . હાલની શાળાની તારીખમાં જો વધ બદલીથી આવ્યા હોય તો મુળ શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવાની રહેશે . જે આધારો મુજબની હોવી જોઇએ . ( શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળા )
  • ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખવાનું રહેશે . અને સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાની રહેશે.જો ભુતકાળમાં અગ્રતાનો લાભ લીધેલ ના હોય તો તેમાં ના લખવાનું રહેશે . બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં વિધવા વિધુર / અપંગ / પ્રાથમિક શિક્ષક દંપતિ / સરકારી નોકરી કરતાં દંપતિ / અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ / વાલ્મિકી / સામાન્ય / સિનિયોરીટિ સ્થાનાંતરણ તેમાંથી જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે .
  • પ્રાથમિક શિક્ષક દંપતિ કિસ્સામાં પતિ બદલી કરાવવા માંગતા હોય તો તેનીપત્ની જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે . અનેપત્ની બદલી કરાવવા માંગતી હોય તો તેમનાપતિ જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે .
  • સરકારી નોકરી કરતાં દંપતિના કિસ્સામાં સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત , ભારત સરકારના ખાતા , ગુજરાત સરકારના ખાતા , ભારત સરકારના બોર્ડ / કોર્પોરેશન , ગુજરાત સરકારના બોર્ડ / કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ સાચું હોય તે પસંદ કરવાનું રહેશે તેમજ દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .
  • અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોયહોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ વિભાગમાં અપલોડ કરવાના રહેશે . ડોક્યુમેન્ટસ અપલોડ કરવા Drag and drop a file here or click કરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે . અપલોડ થતાં પ્રિવ્યુ બતાવશે .
  • ત્યારબાદ [✓] આથી હુ બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે . જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે . તેની પર કલીક કરવાની રહેશે .
  • ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ જશે .
  • ત્યારબાદ School Priority મેનુ પર કલીક કરતાં ડાબી બાજુ School List ( SchoolName Taluka PayCenter ) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે , જેમાં શાળાનું નામ , તાલુકો અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે . જેની પર કલીક કરતાં તે જમણી બાજુ Selected School List માં ઓટોમેટીક જતી રહેશે .
  • દંપતિના કિસ્સામાં પતિ / પત્ની જે શાળા / કચેરી / સંસ્થામાં નોકરી કરતાં હશે તે તાલુકાની શાળાઓ જ પસંદ કરી શકાશે અને તેમાં પણ જો તેમની જ પે સેન્ટરની શાળાઓમાં જગ્યા હશે તો સૌપ્રથમ તે જ શાળાઓ બતાવવાની રહેશે .
  • Selected School List માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો . તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો .
  • ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે .
  • ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે .
  • ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી School Priority મેનુની માહિતી સેવ થઇ જશે .
  • ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે . જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો .
  • જો કોઇ સુધારો ન હોય તો Final Submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે , ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો .
  • અરજીની પ્રીન્ટ આઉટલઇ નીચેમાંથી લાગુ પડતા આધારો સાથે ચેનલ મારફત તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે .
  • બદલીનો પ્રકાર અને ઓનલાઇન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
    વિધવા / વિધુર 
    1. વિધવા / વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
    2. પતિ પત્નીનો મરણનો દાખલો
    3. રેશનકાર્ડ
    4. પુન : લગ્ન કરેલ નથી તે મતલબનું નોટોરાઇઝડ સોગંદનામું
    5. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    6. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    7. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    દિવ્યાંગ
    1. દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સીવીલ સર્જનનું પ્રમાણપત્ર
    2. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    3. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    4. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    પ્રાથમિક શિક્ષક દંપતિ 
    1. લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
    2. પતિ / પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તેના મુ.શિ.એ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
    3. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    4. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    5. અન્ય ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    સરકારી નોકરી કરતાં દંપતિ 
    1. લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
    2. પતિ / પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
    3. પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર રાજ્ય સરકાર સ્થાપિત / સંચાલિત હોવા અંગેનો આધાર / પ્રમાણપત્ર
    4. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    5. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    6. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ 
    1. લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
    2. પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થાના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
    3. પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે કાયદા / જાહેરનામાં / ઠરાવ થી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર / પ્રમાણપત્ર
    4. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    5. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    6. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    વાલ્મિકી
    1. વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
    2. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
    3. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    4. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
    સિનિયોરિટી
    1. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
    2. જો વિકલ્પ મેળવી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ગયેલ હોય તો વિકલ્પ લીધેલ હુકમ ની નકલ
    3. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
Dpegujarat.in – Online Badli Camp 2022

Organization Name - Director of Primary Education, Gujarat

Category - Online Badli Camp

Circular Date - 15 October 2022


Online Application Date (1st Round)- 7 November 2022 (12:00) to 09 November 2022 (23:59)

1st Round Order Download - 19 November to 20 November 2022

Online Application Date (2nd Round)- 25 November 2022 (12:00) to 27 November 2022 (23:59)

2nd Round Order Download - 01 December to 2 December 2022

Official Website www.dpegujarat.in

dpegujarat.in | Primary Teacher Transfer Online Badli (Antarik – Talukafer – Jillafer – Aras Paras Badali ) 2022 @ www.dpegujarat.in

Applications for Gujarat Primary Teacher Badli Camp are made on dpegujarat portal. Primary teachers who want to do Online Badli Camp 2022 are required to apply on this portal. Information on Jillafer Badli Camp is also provided here. You can also read the revised new rules for Gujarat Primary Teacher Transfer Camp here. dpegujarat.org dpegujarat portal is useful for information on primary teacher transfers and to apply for transfers online. The dpegujarat.org portal was launched after the launch of the online transfer camp. Primary teachers seeking transfer can apply online for transfer through this portal.


Gujarat Primary Teacher Badli Camp 2022

Gujarat state government has changed the rules for the transfer of thousands of primary teachers and education assistants in the state, taking a decision that would affect them

According to the new rule, Std 1 to 5 (primary education) and Std 6 to 8 (upper primary education) will now be considered as separate units. The teacher or teaching assistant performing duty in these units will also have to be transferred separately.


Type of Transfers Primary Teacher Online Badli Camp 2022

Antrik Badli

Aras Pras Badli

Jillfer Badli

Transfers of cases of serious illnesses

Transfer for administrative reasons

No comments:

Post a Comment