Pages

Search This Website

Tuesday, December 12, 2023

કચેરીના કાયદા માં આજે ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામતા અધિકારી / કર્મચારીને મળવાપાત્ર લાભો..

કચેરીના કાયદા માં આજે ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામતા અધિકારી / કર્મચારીને મળવાપાત્ર લાભો.. 


સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે જાગૃત હોય છે, પરંતુ તેમના ઘર- પરિવારના લોકોને તેમની નોકરી વિષે કોઈ જ જાણકારી નથી હોતી.. જેને પરિણામે અધિકારી / કર્મચારીનું જો આકસ્મીક અવસાન થાય, તો તેઓના ઘર-પરિવારના લોકો માટે આ ઘટના એક “બ્લાઈન્ડ વોક” જેવી બની જાય છે..

ઘણા કર્મચારીના બાળકો/જીવનસાથીને તો ખ્યાલ પણ નથી હોતો કે, તેમના પિતા/જીવનસાથીની વડી કચેરી કઈ છે? અને તેઓના અવસાન પછી સ્વ.કર્મચારીના આશ્રીત તરીકે પોતાને શું શું લાભો મળે? તેના માટે ક્યાં જવું? કોને મળવું? વગેરે વગેરે.. અને એટલે જ આજે કેટલીક જોગવાઈઓ આપના ધ્યાને મુકવી છે.. આ તમામ બાબતોથી તમે અવગત હોવ, પરંતુ તમારા પરિવારને આ વિગતો જરૂર આપી દેશો..


સરકારી કર્મીનું ચાલુ નોકરી દરમ્યાન અવસાન થયે આશ્રિતને / પરિવારને નીચે મુજબની વિગતે લાભો મળે.

(૧) ફેમિલી પેન્શન (અવસાન થયાના ૭ વર્ષ સુધી ૧૦૦% અને ત્યાર બાદ ૩૦% પેન્શન) 

(૨) ગ્રેચ્યુઈટી (છેલ્લો બેઝિક પગાર + DA × નોકરીના વર્ષ × ૨) 

(3) GPF / CPF (નોકરીના વર્ષો દરમ્યાન કપાવેલ રકમ + તેનું 

(૪) જમા રજા (વધુમાં વધુ ૩૦૦)નું રોકડમાં રૂપાંતર (છેલ્લો બેઝિક પગાર + DA × ૧૦) વ્યાજ) 

(૫) ઉચ્ચક નાણાકીય સહાય 

૫.૧) ફીક્સ પગારમાં ફરજ બજાવતા કર્મીનું અવસાન થયે રૂ.૭.૦૦ લાખ (સાત લાખ) રોકડ સહાય (સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૧૭/યુ.ઓ./૧૦૬(૧૮૦૯૯૫)/ક તા.૨૯/૧૦/૨૦૨૨) ૫.૨) પૂરા પગારમાં ફરજ બજાવતા કર્મીનું અવસાન થયે રૂ.૧૪.૦૦ લાખ (ચૌદ લાખ) રોકડ સહાય (સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૦૯/૧૬૫૧/ક તા.૨૪/૦૯/૨૦૨૨) 

 (૬) જૂથ વીમા યોજના-૧૯૮૧ (આ યોજનાનો લાભ ફીક્સ પગારી કર્મચારીને મળતો નથી)

 (નાણા વિભાગના ઠરાવ ક્રમાંક: જવય/૧૦૨૦૨૦/૫૭૯/ઝ તા.૨૪/૦૯/૨૦૨૨ મુજબ) 

૬.૧) જૂથ-ક (વર્ગ-૧)ના અધિકારીની માસીક કપાત રકમ રૂ.૧૬૦૦/- સામે વીમા કવચ રૂ.વીસ લાખ 

૬.૨) જૂથ-ખ (વર્ગ-૨)ના અધિકારીની માસીક કપાત રકમ રૂ.૮૦૦/- સામે વીમા કવચ રૂ.દસ લાખ 

૬.૩) જૂથ-ગ (વર્ગ-૩)ના કર્મચારીની માસીક 

૬.૪) જૂથ-ઘ (વર્ગ-૪)ના કર્મચારીની કપાત રકમ રૂ.૪૦૦/- સામે વીમા કવચ રૂ.પાંચ લાખ માસીક કપાત રકમ રૂ.૨૦૦/- સામે વીમા કવચ રૂ.અઢી લાખ 

(૭) તાત્કાલીક સહાય 

૭.૧) સામાન્ય (કુદરતી) અવસાન: રૂ.૨,૫૦૦/- (રૂપિયા બે હજાર પાંચસો) 

૭.૨) અકસ્માતે અવસાન: રૂ.૨૫,૦૦૦/- (રૂપિયા પચ્ચીસ હજાર પૂરા) (નાણા વિભાગના ઠરાવ ક્રમાંક: નવત/૨૦૦૦/યુ.ઓ./યુ.ઓ./૧-૫ તા.૨૧/૧૦/૨૦૦૦ મુજબ) 

(૮) GPF લિંક ઈન્સ્યુરન્સ રકમ રૂ.૬૦,૦૦૦/- (રૂપિયા સાંઈઠ હજાર

(નાણા વિભાગના ઠરાવ ક્રમાંક: પીએફઆર/આર/૧૦૭૫/૪૭૫/ચ તા.૦૭/૦૪/૧૯૭૬ મુજબ) 

તમામ અધિકારી / કર્મચારીઓને કેટલીક સલાહ: 

 ૧) સેવાપોથીમાં નોમિનેશન તથા જૂથ વીમો શરૂ કર્યાની નોંધ થયેલી રાખવી 

૨) પોતાની કચેરી, પોતાની વડી કચેરી, સંલગ્ન અધિકારીઓના હોદ્દા‚ GPC/CPF ખાતાની વિગતો, બેંક ખાતા, અગત્યના પાસવર્ડ; વગેરે તમામ બાબતોથી પોતાના પરિવારને અવગત કરવા 

૩) વિવિધ જગ્યાએ કરેલ રોકાણ, ખાનગી કંપની કે LICમાંથી લીધેલ વીમા પોલિસી, પોતાની ડુપ્લિકેટ સેવાપોથી; વગેરે આધારોની નકલો પરિવારને આપી રાખવી.

આશા છે આ માહિતી આપ સૌને ઉપયોગી બની રહેશે.. એસ.પી.સેજપાલ, નાયબ ચિટનીસ, જિલ્લા પંચાયત, જામનગર મો.નં.૯૭ ૨૬ ૨૬ ૨૬ ૮૦ 


અગત્યની લીંક 

ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામતા અધિકારી / કર્મચારીને મળવાપાત્ર લાભોની pdf ફાઈલ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment