Gujarat Police New Rules and Regulations 2024
શારીરિક કસોટીમાં હવે ઉમેદવારોના વજનને ધ્યાનમાં નહીં લેવાય. શારીરિક કસોટી પાસ કરવાની રહેશે, ગુણ નહીં ગણાય. શારીરિક કસોટી પાસ કરનાર લેખીત પરીક્ષામાં ભાગ લઈ શકશે.
પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શારીરિક કસોટીમાં દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, દોડના કોઈ ગુણ રહેશે નહીં. શારીરિક કસોટીમાં હવે ઉમેદવારોના વજનને ધ્યાનમાં નહીં લેવાય. શારીરિક કસોટી પાસ કરવાની રહેશે, ગુણ નહીં ગણાય. શારીરિક કસોટી પાસ કરનાર લેખીત પરીક્ષામાં ભાગ લઈ શકશે.
LRD ના નવા નિયમો જાહેર
ગુજરાત પોલીસ ભરતીના નવા નિયમો 2024: હવેથી શારીરિક લાયકાતમાં દોડ ના ગુણ નહીં મળે. દોડ ફક્ત નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. શારીરિક કસોટીમાં વજનનો મુદ્દો રદ કરવામાં આવ્યો. શારીરિક કસોટી માં પાસ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટીવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. હવે 200 ગુણનું ત્રણ કલાકનું એક પેપર લેવાશે. આ પેપર ભાગ a અને b એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજીયાત રહેશે. વિષયોમાં પણ થયો ફેરફાર
Gujarat Police New Rules and Regulations
જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.- શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે
- 100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે
- પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત મેળવવા પડશે
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે
- 1 વર્ષનો કોર્ષ કરેલાને વધારાના 3 માર્ક, 2 વર્ષનો કોર્સ કરેલાને 3 માર્ક મળશે
- 3 વર્ષનો કોર્સ કરેલાને 8 માર્ક અને 4 વર્ષનો કોર્સ કરેલાને 10 માર્ક વધારાના મળશે
- લેખિત પરીક્ષા માટેના વિષયોમાં કરાયા મહત્વના ફેરફાર
- સાયકોલોજી, સોસ્યોલોજી, IPC અને CRPC અને એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ્દ કરાયા
- લેખિત પરિક્ષા માટે 2 ભાગમાં વિવિધ વિષયો અને તેના માર્ક નક્કી કરાયા
- A પાર્ટમાં કુલ 3 વિષય આવરી લેવાયા, A પાર્ટના કુલ 80 માર્ક નક્કી કરાયા
- Reasoning and Data Interpretation વિષયનું 30 માર્કનું પેપર રહેશે
- Quantitative Aptitude વિષયનું 30 માર્કનું પેપર રહેશે
- Comprehension in Gujarati language વિષયનું 20 માર્કનું પેપર રહેશે
- પાર્ટ B માં પણ ત્રણ વિષયના 120 માર્ક નક્કી કરાયા
- The Constitution of India વિષયના 30 માર્ક રહેશે
- Current Affairs, Science and Technology, General Knowledge વિષયના 40 માર્ક રહેશે
- History, Cultural Heritage and Geography of Gujarat and Bharat વિષયના 50 માર્ક રહેશે.
No comments:
Post a Comment