Pages

Search This Website

Friday, June 4, 2021

ધોરણ 1 અને 2 ના શિક્ષકોને ઓનલાઈન પ્રજ્ઞા તાલીમમાં જોડવા બાબત પરિપત્ર

 ધોરણ 1 અને 2 ના શિક્ષકોને ઓનલાઈન પ્રજ્ઞા તાલીમમાં જોડવા બાબત પરિપત્ર તારીખ 4/6/2021

NEP 2020 માં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ઉપર ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે. એના અમલીકરણ માટે NationalFLN Mission ની શરૂઆત થઈ છે. આ મિશન અંતર્ગત એક વિશિષ્ટ ઝૂંબેશ સ્વરૂપે , ધોરણ 1 થી 3 ના વિદ્યાર્થીઓને વાચન, લેખન, ગણન જેવાં પાયાગત કૌશલ્ય શીખવવા માટે અનેકવિધ પ્રયત્ન થશે. વાચન લેખન ગણન કૌશલ્યો શીખવવા માટે જરૂરી એવી પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓ પર આખા દેશમાં વધુ ધ્યાન આપવામાં આવશે.

આપ સુવિદિત છો એ મુજબ પ્રજ્ઞા અભિગમમાં જે પદ્ધતિ શાસ્ત્ર છે એ જ ફિલોસોફીની વાત નેશનલ FLN મિશન અંતર્ગત પણ કરવામાં આવી છે. દરેક બાળક પોતાની ગતિ અને ક્ષમતા મુજબ વ્યક્તિગત રીતે શીખે, સહપાઠી શિક્ષણ અને સ્વ અધ્યયનની તકો સતત મળતી રહે, સતત મૂલ્યાંકન થતુ રહે વગેરે જેવી બાબતો પ્રજ્ઞા અભિગમમાં વ્યવસ્થિત રીતે આપવામાં આવી છે.

તાજેતરમાં માર્ચ 2021 દરમિયાન આપણે ધોરણ 1-2 ના શિક્ષકોની તાલીમ યોજી હતી. એ તાલીમમાં બાકી રહી ગયેલા શિક્ષકો આ ઓનલાઇન માધ્યમથી તાલીમ મેળવે તે જરૂરી છે. આ ઉપરાંત તમામ DIET વ્યાખ્યાતાઓ, BRC- CRC Coordinators પણ આ ઓનલાઇન તાલીમ મેળવે તે અપેક્ષિત છે.

સદર તાલીમ DIKSHA પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આપના જિલ્લાના તમામ DIET વ્યાખ્યાતા, કેળવણી નિરીક્ષક, BRC- CRC Coordinators તેમજ ધોરણ 1-2 ના શિક્ષકો આ ઓનલાઈન તાલીમ મેળવે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.

દીક્ષા પ્લેટફોર્મ પર ઓનલાઈન તાલીમ પ્રજ્ઞા શિક્ષકોએ લેવાની છે. તાલીમમાં જોડાવવા માટેની લિંક અહીં આપવામાં આવે છે. જે લિંકથી તમે પ્રજ્ઞા તાલીમમાં જોડાઈ શકો છો.
પ્રજ્ઞા તાલીમમાં જોડાવવા માટેની લિંક : https://diksha.gov.in/explore-course/course/do_313288952092598272126604?referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_content

ધોરણ 1 અને 2 ના શિક્ષકોને ઓનલાઈન પ્રજ્ઞા તાલીમમાં જોડવા બાબત પરિપત્ર 

No comments:

Post a Comment