બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ફેર બદલીથી આવવા માંગતા પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલી માટેની આવેલ અરજીઓ અંગે કેમ્પમાં ઉપસ્થિત રહેવા જાણ કરવા બાબત.. તા.4/6/2021
જયભારત સહ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, અત્રેના બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ફેર બદલીથી આવવા માંગતા પ્રાથમિક શિક્ષકોની સિનીયોરીટી યાદી અગ્રતા ક્રમ મુજબ વિભાગવાર તેમજ વિષયવાર (ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન) આ સાથે સામેલ છે. જે અન્વયે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓના સબંધિત શિક્ષકશ્રીઓને આપની કક્ષાએથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ આચાર્યશ્રી મારફત નીચેની વિગતે કેમ્પમાં ઉપસ્થિત રહેવા અંગે જાણ કરવા વિનંતી છે.
સ્થળ અને સમય
પ્રાથમિક વિભાગ (૧ થી ૫) :: ઉત્તમપુરા (ડાં) તા. દાંતીવાડા જિ. બનાસકાંઠા ખાતે 15/6/2021 ના રોજ 9.00 કલાકે
ઉચ્ચ પ્રાથમિક વિભાગ (6 થી 8 ) :: ઉત્તમપુરા (ડાં) તા. દાંતીવાડા જિ. બનાસકાંઠા ખાતે 16/6/2021 ના રોજ સામાજિક વિજ્ઞાન 9.00 કલાકે, ભાષા 11.00 કલાકે, ગણિત વિજ્ઞાન 14 કલાકે
બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ફેર બદલીથી આવવા માંગતા પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલી માટેની આવેલ અરજીઓ અંગે કેમ્પમાં ઉપસ્થિત રહેવા જાણ કરવા બાબત..
No comments:
Post a Comment