Pages

Search This Website

Thursday, June 17, 2021

ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking System અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત

 ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking System અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત


MoE (શિક્ષા મંત્રાલય), પૂર્વ (MHRD, (માનવ સંશાધન વિકાસ મંત્રાલય, ન્યુ દિલ્હી)) ભારત સરકાર દ્વારા મળેલ સૂચના મુજબ ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતા તમામ બાળકોનો યુનિક આઇ. ડી અને નામ સહિતની માહિતીનો ડેટાબેઝ બનાવવાનો થાય છે. જે અંતર્ગત આધાર અનેબલ ડાયસ પોર્ટલ દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ થી ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના તથા વર્ષ ૨૦૧૭-૧૮ થી ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓની માહિતી સાચી, સચોટ, ભૂલરહિત, રીયલ ટાઇમ અને અધ્યતન માહિતી શાળા કક્ષાએથી મળી રહે તે હેતુથી શાળા કક્ષાએથી જ ઓનલાઇન એન્ટ્રી/અપડેશન/ટ્રેકીંગની કામગીરી સફળતા પૂર્વક દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૧ ૨૨ અંતર્ગત માટે ધોરણ-૧ થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના નામ સહિતની અધ્યતન માહિતી તૈયાર કરવાની થાય છે.


સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્યરત વેબ/મોબાઈલ એપ્લીકેશન જેવી કે, Online Attendance System, School Monitoring App (CRC-BRC), WSDP, Divyaan-App, G-shala App, Mindsparks, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, ગુણોત્સવ, મિશન વિદ્યા, CQube એપ્લીકેશન, શાળા છોડી જતા વિદ્યાર્થીઓને ફરી શાળામાં દાખલ કરવા, દિવ્યાંગ વિદ્યાર્થીઓને સહાય આપવા, સ્કોલરશિપ આપવા, SARAL App, ધોરણ -૨ નિદાન કસોટી, પીરીયોડીકલ એસએસમેન્ટ ટેસ્ટ (PAT), સેમિસ્ટર મુજબ વિષયવાર મેળવેલ ગુણની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે Adhar Enabled DISE-Child Tracking System(CTS) એપ્લીકેશન માંથી લેવામાં આવે છે. ગુજરાત સરકારના અન્ય


વિભાગની વેબ/મોબાઈલ એપ્લીકેશન જેવી કે ડીજીટલ ગુજરાત પોર્ટલ, III એડ્મિશન, રાજ્ય પરિક્ષા બોર્ડ, અને માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરેલ CMdashboard પોર્ટલમાં જરૂરિયાત મુજબનો વિદ્યાર્થીઓનો ડેટા Adhaar Enabled DISE-Child Tracking Systern(CTS) મારફત પૂરો પાડવામાં આવે છે જેના કારણે Adhaar Enabled DISE-Child Tracking System(CTS) એપ્લીકેશનની કામગીરીમાં સફળતા મળેલ છે.



વધુમાં જણાવવાનુંકે, આ વર્ષે ૨૦૨૧-૨૨થી ધોરણ -૧માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની Adhaar Enabled DISE-Child Tracking System(CTS) એપ્લીકેશનને જન્મ નોંધણી એપ્લીકેશન સાથે લીંક કરવામાં આવનાર છે. જેથી Adhaar Enabled DISE-Child Tracking System(CTS) એપ્લીકેશનમાં ધોરણ -૧માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate) સાથે રાખવાનું રહેશે. બાળકની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે જન્મનો પ્રમાણપત્ર મુજબ સૌ પ્રથમ બાળકનો જન્મ જે જિલ્લા, તાલુકા અને ગામ/શહેરમાં થયો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બાળકનો જન્મ નોંધણી ક્રમાંક(Regitration No) દાખલ કરવાનો રહેશે. અથવા બાળકનો જન્મ પ્રમાણપત્ર નંબર (Certificate No) દાખલ કરવાનો રહેશે. જેથી જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી ડેટા શોધીને સુધારા ન કરી શકાય તે પ્રકારે બતાવશે જેમ કે, બાળકનું નામ, પિતાનું નામ, માતાનનું નામ, જાતિ, જન્મ તારીખ, જન્મ નોંધણી ક્રમાંક અને જન્મ પ્રમાણપત્ર નંબર આ ડેટા CTSના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થયેલ હશે. જો આ ડેટામાં સુધારા જણાય તો CTSના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન એન્ટ્રી પૂર્ણ કરી શકાશે.


વર્ષ ૨૦૨૧-૨૨ અન્વયે ગુજરાત બોર્ડ દ્વારા સંચાલિત (સરકારી/અનુદાની/બિન અનુદાનિત/આશ્રમ વગેરે) શાળાઓ અને અન્ય બોર્ડ સાથે સંકળાયેલ(કેન્દ્રીય સૈનિકરેલ્વે વગેરે..) રાજ્યની તમામ શાળાઓએ ધોરણ-૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આધાર અનેબલ ડાયસ અંતર્ગત શાળા કક્ષાએ મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવાની થાય છે. જેમ કે

(૧) ધોરણ -૧માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની એન્ટ્રી ઉપર જણાવેલ મુજબ કરવાની રહેશે, (૨) વર્ષ ૨૦૨૦-૨૧ માં નોંધાયેલ વિદ્યાર્થીઓની માહિતી વર્ષ ૨૦૨૧-૨૨ માટે અપડેટ કરવાની રહેશે.


(૩) વર્ષ ૨૦૨૧-૨૨માં અન્ય શાળામાંથી આવેલ ધોરણ ૧ થી ૧૨ વિદ્યાથીઓની માહિતી મેળવી જે ધોરણમાં અભ્યાસ કરતા હોય તે ધોરણમાં ટ્રેક કરવાના રહેશે.


= (4) ધોરણ-૫ માંથી ધોરણ-૬માં, ધોરણ-૮ માંથી ધોરણ-૯માં અને ધોરણ-૧૦ માંથી ધોરણ-૧૧માં ગયેલા વિદ્યાર્થીઓને પણ તે જ શાળામાં કે અન્ય શાળામાં દાખલ થયેલ છે કે કેમ તે જે શાળામાંથી બાળક જતું હોય તે શાળાએ સુનિશ્ચિત કરી લેવાનું રહેશે.


(5) ધોરણ-૮ અને ધોરણ-૧૦નું બાળક જે તે શાળામાંથી અન્ય શાળામાં દાખલ થવાના બદલે વોકેશનલ એજયુકેશન, ITI વગેરેમાં અભ્યાસ અર્થે ગયેલ હોય તો ઓનલાઇન અપડેશનના રીમાર્કસ કોલ 3/5 દર્શાવવાની રહેશે અને જો ભણવાનું છોડી દીધેલ હોય તો તેનું કારણ દર્શાવવાનું રહેશે.


માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરેલ CMDASHBOARD પોર્ટલમાં શાળાવાર ધોરણ -૧માં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની માહિતી, અપડેશનની માહિતી અને કેટલા વિદ્યાર્થીઓ અન્ય શાળામાંથી બીજી શાળામાં ટ્રેકીંગ થયા તેની માહિતી રોજે રોજ અધતન Adhaar Enabled DISE-Child Tracking System(CTS) માંથી આપવામાં આવે છે. જેની નોંધ લેવા જણાવવામાં આવે છે.


આ અંગે થયેલ કામગીરીનું રોજે રોજ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટરશ્રીએ જિલ્લા એમ.આઈ.એસ કો.ઓર્ડિનેટર પાસે રિપોર્ટ મેળવવાનો રહેશે. તેમજ આ કામગીરીની અગત્યતા સમજી આ કામગીરી તાત્કાલીક અસરથી શરૂ કરી ઓગષ્ટ માસના અંત સુધીમાં પૂર્ણ થાય તે રીતે આપની કક્ષાએથી જરૂરી આયોજન કરવા તેમજ શાળા ક્લાએ જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે.

અગત્યની લિંક : 

ચાઈલ્ડ ટ્રેકિંગનો પરિપત્ર 17/6/2021 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે Aadhar Enabled DISE- Child Tracking System અંતર્ગત ૨૦૨૧-૨૨ માટેની કામગીરી કરવા બાબત

No comments:

Post a Comment