Pages

Search This Website

Tuesday, June 1, 2021

શૈક્ષણિક કાર્યમાં માઈક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરવા બાબત પરિપત્ર

 શૈક્ષણિક કાર્યમાં માઈક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરવા બાબત પરિપત્ર તારીખ 1/6/2021

ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવીને શિક્ષણ આપી શકાય તેમ ન હોવાથી "હોમ લર્નિંગ" અંતર્ગત દુરદર્શન કેન્દ્ર ડી ડી ગિરનાર, બાયસેગની વંદે ગુજરાત ચેનલ, યુ-ટ્યુબ, વોટ્સઅપ, ગુજરાત વર્ચ્યુઅલ શાળા(GVS),ઘરે શીખીએ સાહિત્ય, ફોન સંપર્ક તેમજ વિવિધ પ્રયાસ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું.

ચાલુ વર્ષે પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ વિદ્યાર્થીઓને હાલના તબક્કે શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસ કરવાનો છે, જેમાં જે વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સ્માર્ટ ફોન સુવિધા છે તે વિદ્યાર્થીઓ માટે શિક્ષક મિત્રો દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરી શિક્ષણ આપવાનો પ્રયાસ કરવા જણાવવામાં આવે છે. જેમાં નીચે મુજબની બાબતો ધ્યાને લઇ આપની કક્ષાએથી યોગ્ય આયોજન કરવા જણાવવામાં આવે છે.

ધોરણ ૩ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષણ આપવા માટેનું આયોજન કરવાનું રહેશે. ધોરણ ૧ અને ૨ માટે મરજિયાત રહેશે.

• શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓને આગામી સમયમાં યોજાનાર બ્રીજકોર્સ તાલીમ અંતર્ગત આ તાલીમનો સમાવેશ કરવામાં આવશે. આ અંગે વિડીયો તેમજ મોડ્યુલ વોટ્સઅપ / ઇ-મેલથી મોકલવામાં આવશે.

આ અંગે શિક્ષક મિત્રોએ પોતાના ધોરણવાર/વિષયવાર વિદ્યાર્થી/વાલીઓનું ગ્રુપ બનાવવું. શિક્ષકે બાળકોને આ માઈક્રોસોફ્ટ ટીમ્સના ઉપયોગ અંગે તાલીમ આપી તૈયાર કરવા.

વર્ચ્યુઅલ ક્લાસ માટે વાલીની સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઇ તે મુજબ સમય નક્કી કરવો. - આચાર્યશ્રી દ્વારા શિક્ષક મિત્રોના પોતાના વિષય અને ધોરણ અનુરૂપ સમય પત્રક તૈયાર કરવું. • શિક્ષક મિત્રો દ્વારા પોતે કયા વિષય અને કયા એકમનું અધ્યયન કાર્ય કરાવવાના છે તેનું પખવાડીકઆયોજન તૈયાર કરવું.

પખવાડીક આયોજન સી આર સી કો ઓ પાસે પ્રમાણિત કરાવવું.

માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષણ આપવામાં ૩૦ થી ૪૦ મિનીટનો એક તાસ ગોઠવવાનો રહેશે.

૧૦ જૂનથી ૧૦ જુલાઈ દરમિયાન બ્રીજકોર્સ : ક્લાસરેડીનેશ જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત મટિરિયલ સંબંધિત બાબતોનું માર્ગદર્શન આપવાનું રહેશે.

માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન જરૂરી પૂર્વ આયોજન સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક સમજનો વિકાસ થાય તે મુજબ આયોજન કરવું.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો પણ ઉપયોગ કરવાનો રહેશે. 

અધ્યયનપ્રક્રિયાના તમામ પાસાઓ સાથે મૂલ્યાંકન તેમજ સ્વાધ્યાયકાર્ય પણ આપવું અને વર્ચ્યુઅલ ચકાસવું.

એક તાસ પછી બીજા તાસ માટે ૧૫ મિનીટની બ્રેક/રિશેષ રાખવી. આચાર્ય, બીઆરપી,સીઆરસી કો ઓ, બીઆરસી કો ઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણ નિરીક્ષક/ઈ.આઈ.શ્રી, તાલુકા લાયઝન ડાયટ લેકચરરશ્રી સૌ મોનીટરીંગ સ્ટાફ દ્વારા પ્રતિદિન નિયમિત પોતાના ક્ષેત્રમાં આવેલ શાળાઓમાં માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષણ આપવામાં આવે તે અંગે શિક્ષક મિત્રોને માર્ગદર્શન આપવાનું રહેશે.

મોનીટરીંગ સ્ટાફ દ્વારા શિક્ષકના ચાલુ અધ્યયન કાર્ય દરમિયાન કોઈ માર્ગદર્શન આપવાનું નથી. વ્યક્તિગત ફોન કરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી શકાશે. મોનીટરીંગ માટે પોતાના ફોનથી જોડાય શકશે.

માસવાર આયોજન બીઆરસી અને સીઆરસી કો ઓ મારફત જિલ્લા કક્ષાએ પહોંચાડવાનું રહેશે.

શિક્ષક મિત્રોને ઓનલાઈન ક્લાસ દરમિયાન અલગ અલગ મલ્ટી મીડિયા રિસોર્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબત તેમની તાલીમમાં સમાવી લેવામાં આવશે.

• માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા દરરોજ કયા શિક્ષક દ્વારા કયા ધોરણના કયા વિષયનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું છે તેમજ કેટલા વિદ્યાર્થી જોડાયા તેવી તમામ બાબતોનું ડેશબોર્ડ રાજ્ય / જિલ્લા કક્ષાએ તૈયાર કરવામાં આવેલ છે અને તેના આધારે મોનીટરીંગ કરવામાં આવશે.

હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અન્ય પ્રયાસ ચાલુ જ છે તે પ્રયાસ ચાલુ જ રાખવાના છે. જેમ કે, સ્માર્ટ ફોન ન હોય તે માટે સાદો ફોન હોય તો ફોન સંપર્ક કરવો, સામાજિક અંતર રાખી રૂબરૂ મુલાકાત અને માર્ગદર્શન, દુરદર્શન કેન્દ્ર ડી ડી ગિરનાર, બાયસેગની વંદે ગુજરાત ચેનલથી પ્રસારણ, યુ ટ્યુબ, દીક્ષા પ્લેટફોર્મ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર ની વેબસાઈટ, આમ તમામ બાબતો પૈકી જે સ્થાનિક પરિસ્થિતિ મુજબ અનુકુળ થાય તે પરિસ્થિતિ એ વિદ્યાર્થીઓને અધ્યયન કાર્યમાં જોડવાના છે. અંતે,શિક્ષક મિત્રો દ્વારા નિયમિત રીતે માઈક્રોસોફ્ટ ટીમ્સનોઅધ્યયન કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે તે આપની કક્ષા એથી જરૂરી આયોજન કરી પ્રયાસ કરવા જણાવવામાં આવે છે. પ્રત્યેક બાળક મહત્વનું છે તેના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહીએ.

અગત્યની લિંક

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

શૈક્ષણિક કાર્યમાં માઈક્રોસોફ્ટટીમ્સનો ઉપયોગ કરવા બાબત પરિપત્ર

No comments:

Post a Comment