Pages

Search This Website

Wednesday, June 16, 2021

પ્રથમ સત્રાંત નિદાન કસોટીના રીપોર્ટ કાર્ડ

 પ્રથમ સત્રાંત નિદાન કસોટીના રીપોર્ટ કાર્ડ 

 પ્રથમ સત્રાંત નિદાન કસોટીના રીપોર્ટ કાર્ડ ઓનલાઈન મૂકાઈ ગયા છે.

 વર્ષ 2020-21 દરમ્યાન covid-19 ની પરિસ્થિતિમાં શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓમાં જે અધ્યયન ક્ષતિ રહી જવા પામી છે તે જણાવવાના હેતુથી પ્રથમ સત્રાંત નિદાન કસોટી લેવામાં આવી. પોતાની શાળામાં કયા વિદ્યાર્થીને કયા વિષયનાં ક્યા લર્નિંગ આઉટકમમાં ક્ષતિ રહી ગયી છે તે નિદાન કસોટીના ગુણના આધારે જાણી શકાય છે. નિદાન કસોટીના ગુણની ઓનલાઈન એન્ટ્રીના આધારે વિદ્યાર્થીઓમાં જે અધ્યયન ક્ષતિ (Learning loss) રહેલ છે તે જાણી અને તેને કયા વિષયના કયા લર્નિંગ આઉટકમમાં ઉપચાર કાર્યની જરૂરિયાત છે તે શિક્ષક અને આચાર્યશ્રી જાણી શકે અને તે પ્રમાણે આગામી સત્રના શિક્ષણ કાર્યનું આયોજન થઇ શકે તે આશયથી School Report Card અને Student Report Card ની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. School Report Card અને Student Report Card ડાઉનલોડ કેવી રીતે કરવું અને તે Report Card નું અર્થઘટન કેવી રીતે કરવું તે અંગે વિગતવાર માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે.

આ રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવા તેના સ્ટેપ્સ નીચે મુજબ છે. 

સૌપ્રથમ ઓનલાઈન હાજરી માટેની વેબસાઈટ ઓપન કરો.
ઓનલાઈન હાજરી વાળી વેબસાઈટ માં તમારી શાળાનો આઈ ડી પાસવર્ડ નાંખી લોગ ઇન થાઓ.
એમાં છેલ્લા બે ઓપ્શનમાં સ્કુલ રિપોર્ટ કાર્ડ અને student રિપોર્ટ કાર્ડ જોવા મળશે. 
અહીંથી તમે જે તે ધોરણ અને વિષય પસંદ કરી રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

આભાર 


 પ્રથમ સત્રાંત નિદાન કસોટીના રીપોર્ટ કાર્ડ 

No comments:

Post a Comment