Pages

Search This Website

Wednesday, June 16, 2021

પાઠ્યપુસ્તકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન રિપોર્ટ કેવી રીતે ચેક કરશો ?

 ગુજરાત પાઠ્યપુસ્તક ઓનલાઈન રજિસ્ટ્રેશન રિપોર્ટ (સ્ટેટ્સ) ચેક કરો.

ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવેલ હતી. આ સુચના ને આધારે દરેક શાળાએ પાઠ્યપુસ્તકો માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ હતું. કેટલીક શાળાઓને ટેક્નિકલ કારણોસર રજીસ્ટ્રેશન થઈ શકેલ નહોતું. એવી શાળાઓએ ઈ મેઈલ પણ કરેલ હતો. રાજ્ય સરકાર દ્વારા હાલમાં માહિતી માંગવામાં આવી છે કે કેટલી શાળાઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ નથી. તો તમારે પોતાની શાળાનું રજીસ્ટ્રેશન કરેલ છે કે નહીં અને કેટલા પુસ્તકોની માંગણી કરેલ છે તેનો રિપોર્ટ કેવી રીતે ચેક કરશો ? તેના સ્ટેપ્સ અહીં આપવામાં આવેલ છે.

પાઠ્યપુસ્તકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન રિપોર્ટ કેવી રીતે ચેક કરશો ?

  • સૌપ્રથમ આ https://gsbstb.apphost.in/વેબસાઇટ ખોલો. 
  • તેમાં યુઝર નેમ , પાસવર્ડ અને કેપચા કોડ નાખો.
  • યુઝર નેમમાં તમારી શાળાનો ડાયસ કોડ નાખવાનો રહેશે. પાસવર્ડમાં તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે પાસવર્ડ બનાવ્યો હોય એ નાખવાનો રહેશે.
  • હવે લોગ ઈન પર ક્લિક કરો.

  • લોગ ઈન કરતા ઉપર મેનુમાં 3 આડા લીટા છે ત્યાં ક્લિક કરતા 3 મેનુ દેખાશે એમ છેલ્લું રિપોર્ટ્સ એવું લખેલું છે ત્યાં કિલક કરવું.
  • રિપોર્ટ પર ક્લિક કરતા Std 1 to 8 Round 1 એવું લખેલું આવે ત્યાં ક્લિક કરવું.
  • એટલે તમારી શાળાનો માંગણી રિપોર્ટ જોવા મળશે.
  • પછીનું સ્ટેપ ખુલે એમાં શો રિપોર્ટ પર ક્લિક કરતા ધોરણ 1 થી 8 નો રિપોર્ટ જોવા મળશે.

No comments:

Post a Comment