Pages

Search This Website

Sunday, July 4, 2021

સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઓગસ્ટ ૨૦૨૧ના પ્રવેશસત્ર માટેની માર્ગદર્શક સૂચનાઓ.

સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઓગસ્ટ ૨૦૨૧ના પ્રવેશસત્ર માટેની માર્ગદર્શક સૂચનાઓ.

ગુજરાત આઈ ટી આઈ પ્રવેશ જાહેરાત અને તમામ સૂચનાઓ. આઈ ટી આઈ માં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ.

આ કચેરીના નિયંત્રણ હેઠળ આવેલ રાજયની તમામ સરકારી ગ્રાન્ટ-ઈન-એઈડ/ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વડાઓને ઓગષ્ટ-૨૦૨૧ના પ્રવેશ સત્ર માટે નીચે મુજબની માર્ગદર્શક સુચનાઓ ધ્યાને લઈ પ્રવેશ કામગીરી હાથ ધરવા આથી જણાવવામાં આવે છે.


૧. રાજયના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ આવેલ રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી ગ્રાન્ટ-ઈન-એઈડ? સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૧ માં ભરવાપાત્ર બેઠકો માટે પ્રવેશવોચ્યું ઉમેદવારોને સુવિધા મળી રહે તે માટે ઓનલાઈન(ઈન્ટરનેટના માધ્યમથી) પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. રાજયના નેશનલ ઈન્ફ્લેમેટીક સેન્ટર(NIC) ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી ગુજરાત રાજ્યનો આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવવા ઈચ્છતો અને તે માટેની લાયકાત ધરાવતો કોઈપણ ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમ દ્વારા રાજયમાં કોઈપણ સ્થળેથી ઓનલાઈન પ્રબોફોર્મ ભરી શકશે. તે માટે https:/itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. તથા તે વેબસાઈટ પર અને આ ખાતાની વેબસાઈટ https://talimrojgar.gujarat.gov.in પરથી માહિતી પુસ્તિકા ઓગષ્ટ-૨૦૨૧ તથા આઈ.ટી.આઈ. વાઈઝ ટ્રેડની સોફ્ટ કોપી પણ ઓનલાઈન મેળવી શકશે. સંસ્થા ખાતે તાલીમાર્થી / વાલીઓને સમગ્ર વ્યવસ્થાની માહિતી આપવાની વ્યવસ્થા સંસ્થા કક્ષાએ કરવાની રહેશે. તાલીમાર્થી / વાલીને જરૂર જણાયે ટ્રેડની મુલાકાત પણ કરવા દેવાની વ્યવસ્થા કરવાની રહેશે.

ર. ભારત સરકાર/રાજ્ય સરકારની covid-19 ની વખતો વખતની માર્ગદર્શક સુચનાઓનું તમામ સંસ્થાઓએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. કોરોના વાયરસ(Covid-19)ની મહામારીને ધ્યાને રાખી પર્યાપ્તમાત્રમાં (૧) માર્ગદર્શન કેન્દ્રો (૨)ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાના કેન્દ્રો (૩)પ્રમાણપત્રોની ચકાસણીના કેન્દ્રો (૪) કોર્મ સ્વીકાર કેન્દ્રો (૫) ફી સ્વીકાર કેન્દ્રો વિગેરે તમામ સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓએ વ્યવસ્થા કરવાની રહેશે. સ્વનિર્ભર સંસ્થાઓને ક્રમ:(૫) ફી સ્વીકાર કેન્દ્રો લાગુ પડશે નહિં. જેથી તાલીમાર્થીઓને વધુ સવલત મળી રહે.


3. આ કચેરીના તારીખ ૨૮/૦૬/૨૦૧૧ના પરિપત્ર ક્રમાંરોતાનિ/સીટીએસ/ચ-૪/ ૨૦૧૧૮૩૩૪૬ મુજબ તમામ સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ / સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓએ ઉમેદવારો પાસેથી રૂા.૨૦/- વસુલ કરી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે, તથા તે પરિપત્રની સુચનાઓને અનુસરવાનું રહેશે.


૪. ઉમેદવાર તેઓની પસંદગીની એક કરતા વધારે સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ સ્વનિર્ભર સંસ્થાઓ એક જ સ્થળેથી ફક્ત જ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.


૫. ઓનલાઈન પ્રવેશ ફોર્મની વિગતો ભર્યા બાદ ઉમેદવાર તેનું બારકોડેડ પ્રિન્ટ આઉટ મેળવી આ ફોર્મમાં જેટલી સંસ્થા માટે ફોર્મ ભરવા ઇચ્છતા હોય તે તમામ સંસ્થાઓના નામ તથા તે સંસ્થાનો કોડ નંબર લખી ફોર્મની નીચે સહી કરી ફોર્મ સાથે તમામ જરૂરી પ્રમાણપત્રો અને બિડાણો (સ્વપ્રમાણિત) સામેલ કરી તેઓની નજીકની કોઈપણ સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થા ખાતે રૂબરૂમાં ફોર્મ દીઠ / સંસ્થાદીઠ રૂ.૫૦/ રજીસ્ટ્રેશન ફી ભરીને તેઓના ફોર્મનું રજીસ્ટ્રેશન કરાવશે તથા રજીસ્ટ્રેશન ફી ની પહોંચ મેળવી લેવાની રહેશે. એક કરતાં વધુ સંસ્થા માટે ફોર્મ ભરનાર ઉમેદવારે અન્ય સંસ્થામાં મેરીટ મુજબ જ્યારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે તમામ જરૂરી પ્રમાણપત્રો અને બિડાણો (સ્વપ્રમાણિત) કરેલા સાથે લઇ જવાના રહેશે અને આ પ્રમાણપત્રો રૂબરૂ બોલાવનાર સંસ્થાએ તેમની સંસ્થા ખાતે રેકર્ડ તરીકે નિભાવવાના રહેશે.

ફોર્મ સાથે શાળા છોડયાનું પ્રમાણપત્ર, એસ.એસ.સી. / એચ.એસ.સી.ની માર્કશીટ, ટ્રાયલ સર્ટીફીકેટ, જાતિનો દાખલો, આવકનો દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર, બેંકનો ખાતા નંબર, બેંક ખાતા પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ, બેંકનો આઈએફએસસી કોડ નંબર ચુંટણી કાર્ડ(For 18 Years & above ), આધારકાર્ડ, શાળાનું આઈકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ (For 18 Years & above ) વિગેરે બિડવાનું રહેશે.

રજીસ્ટ્રેશન કરનાર સંસ્થાએ ઉમેદવાર દ્વારા રજૂ થયેલ પ્રવેશફોર્મ રજીસ્ટ્રેશન ફી સાથે સ્વીકારવાનું રહેશે. શકય હોય ત્યાં સુધી NIC દ્વારા આપવામાં આવેલ ઓનલાઈન રજીસ્ટ્રેશનના પ્રોગ્રામ મારફતે ઓનલાઈન જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, રજીસ્ટ્રેશન કરતી વખતે ઉમેદવાર પાસેથી ફોર્મ સ્વીકારનાર કાઉન્ટર પરના જવાબદાર કર્મચારીએ ઉમેદવારે ફોર્મમાં ભરેલી વિગતો તેણે ફોર્મ સાથે બિડેલ બિડાણો મુજબ ની જ છે કે કેમ તે ચકાસી લેવાનું રહેશે. જો તેમાં ભુલ જણાય તો તે બાબતે ઉમેદવારનું ધ્યાન દોરી થયેલ ભુલ ઉમેદવાર પાસેથી સુધરાવીને સુધારા પાસે સહી મેળવી ત્યાર બાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ફોર્મ સ્વીકાર્યા બદલની પહોંચ આપવાની રહેશે અને ધ્યાને આવેલ મુલ(ક્ષતિ) હાર્ડ કોપીમાં કરેલ સુધારા ઓનલાઈન સોફટવેર દ્વારા એડીટ કરી સુધારી લેવાના રહેશે. ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓએ રજીસ્ટ્રેશન ફી નોડલ સંસ્થા ખાતે ફોર્મ સ્વીકારવાના છેલ્લા દિવસના તુરત પછીના બીજા દિવસે ૦૨૩૦ સદરે ટ્રેઝરીમાં જમા કરાવવાના રહેશે. નોડલ સંસ્થા આ અંગેની વિગતો મેળવી લેવાની રહેશે.

જે સરકારી - ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે કોમ્પ્યુટરના વ્યવસાયો નથી ચાલતા કે ઈન્ટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ નથી તેવી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન માટે આવેલ ઉમેદવાર પાસેથી જરૂરી ચકાસણી કર્યા બાદ ફોર્મ સ્વીકારવાના છે. અને ઉમેદવારને ફોર્મ સ્વીકાર્યા બદલની પહોંચ આપવાની છે, પરંતુ આવી સંસ્થાઓએ ફોર્મ સ્વીકાર્યા બાદ નજીકની સકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અથવા તો નોડલ સેન્ટર ખાતે ઓનલાઈન એપ્લીકેશન ડેટા એન્ટ્રીની વ્યવસ્થા કરવાની રહેશે. આ અંગેની વ્યવસ્થા સંબંધિત વિભાગના નાયબ નિયામકશ્રી (તાલીમ) કક્ષાએ કરી તે અંગેની અત્રે જાણ કરવાની રહેશે. ઉમેદવાર પાસેથી કોર્મ સ્વીકારતી વખતે ધ્યાને આવેલી ભુલો પણ મુદ્દા નંબરઃ૬માં જણાવ્યા મુજબ એડીટ કરી લેવાની રહેશે.

ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં આપવામાં આવેલ મોબાઈલ નંબરના કોલમમાં ઉમેદવાર દ્વારા મોબાઈલ નંબર આપવામાં આવે તે ખૂબજ જરૂરી છે. સદર કોલમમાં વિગતો આપવાથી ઉમેદવારને તેમના પ્રવેશ ફોર્મની રજીસ્ટ્રેશન ની વિગત, તેઓનો મેરિટ ક્રમાંક અને એડમીશન માટે રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવાની તારીખ SMS દ્વારા જાણ થાય તેવી વ્યવસ્થા NIC ના સોફ્ટવેર દ્વારા કરવામાં આવશે, દરેક સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓએ તેમનો રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ તૈયાર કરી તેની NIC દ્વારા તૈયાર કરવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોગ્રામમાં પ્રવેશ એકશનપ્લાનમાં દર્શાવેલ તારીખે જ અપલોડ કરવાનો રહેશે તથા


તેની ડેટાએન્ટ્રી વેબસાઈટ પર પણ કરવાની રહેશે. ઉમેદવારે કઈ આઈ.ટી.આઈ.માં કઈ તારીખે અને સમયે રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવાનું છે તે અંગેનો રૂબરૂ મુલાકાતનો કોલલેટર / રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ ઓનલાઈન પ્રિન્ટ કરવાનો રહેશે આ અંગેની જાણ ઉમેદવારને પત્ર દ્વારા કરવામાં આવશે નહિ.

ઉમેદવાર દ્વારા એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયેલ ફોર્મ કોઈ પણ સંજોગોમા ઉમેદવારને પરત કરવા નહીં કે રજીસ્ટ્રેશન ફી ની રકમ પરત કરવી નહીં. પ્રવેશ ફોર્મ સ્વીકારવાની કામગીરી ફકત જવાબદાર કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે તેની દરેક સંસ્થાના વડાએ ખાસ તકેદારી સખવાની રહેશે. સંસ્થા કક્ષાએ ઉભા કરવામાં આવેલ પ્રવેશ કાઉન્ટર પર તાલીમાર્થીઓને આ કામગીરી સોંપવામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. 

૧૩. તમામ સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈને પરત આવેલ પ્રવેશ ફોર્મ અંગેના રજીસ્ટર નિભાવવાના રહેશે અને સદર રજીસ્ટરમાં ઉમેદવારના નામ સામે તેણે જે સંસ્થા માટે ફોર્મ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે સંસ્થાનું નામ અને ૩.૫૦/- રજીસ્ટ્રેશન ફી ની રકમ રસીદ નંબર તેમજ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવ્યાની તારીખ દર્શાવવાની રહેશે અને સંસ્થાએ સ્વીકારેલ ફોર્મ રજીસ્ટ્રેશન ફી નો હિસાબ રાખવાનો રહેશે. અને ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયે તેઓએ સ્વીકારેલ (ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ પ્રવેશફોર્મ) ફોર્મની સંખ્યા સાથે જમા લીધેલ રજીસ્ટ્રેશન ફી નો હિસાબ તારીખ વાઈઝ / સંસ્થા વાઈઝ નાયબ નિયામક (તાલીમ)ની પ્રાદેશિક કચેરીઓને આપવાનો રહેશે તથા રજીસ્ટ્રેશન ફી સરકારશ્રીના સદરે જમા કરાવ્યા બદલના ચલણની નકલો રજૂ કરવાની રહેશે.

અગત્યની લિંક

જુઓ પ્રવેશ કાર્યક્રમ : અહીં ક્લિક કરો.

ઓગષ્ટ-2021 ના પ્રવેશસત્ર માટેની પ્રવેશ કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શક સુચનાઓનો પરિપત્ર

ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઓગસ્ટ ૨૦૨૧ના પ્રવેશસત્ર માટેની માર્ગદર્શક સૂચનાઓ.

ગુજરાત આઈ ટી આઈ પ્રવેશ જાહેરાત અને તમામ સૂચનાઓ. આઈ ટી આઈ માં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ.

No comments:

Post a Comment