Pages

Search This Website

Tuesday, August 3, 2021

કોવિડ 19 નાં સંક્રમણ ને લીધે ઉત્પન્ન થયેલ સંજોગો માં આવશ્યક સેવાઓનાં ભાગ રૂપે બજાવેલ ફરજો દરમિયાન સંક્રમિત થયેલ કર્મચારી અધિકારી નાં દુઃખદ અવસાન નાં કિસ્સાઓમાં તેઓના આશ્રિત કુટુંબ ને 25 લાખ ની સહાય આપવા બાબત ઠરાવ તા 3/8/21 સામાન્ય વહીવટ વિભાગ

નોવેલ કોરોના વાયરસ ( Covid19) નાં સંક્રમણને કારણે રાજ્યમાં ઉત્પન્ન થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકારની સેવાના કોઈપણ કર્મચારી / પંચાયત સેવા તેમજ મહાનગરપાલિકા / નગરપાલિકાના કર્મચારી / અધિકારી જે કોરોના વાયરસ covid-19ની કામગીરી સાથે સંકળાયેલ હોય અને ફરજનાં ભાગરૂપે કોરોના અસરગ્રસ્ત થવાથી Covid ના કારણે અવસાન પામે તો તેવા કર્મચારીનાં કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ.૨૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પચીસ લાખ પુરા) ની સહાય આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. આ ઠરાવ અન્વયે મળવાપાત્ર સહાયની સંપુર્ણ રકમ માટે સંબંધિત વહીવટી વિભાગે નાણા વિભાગના પરામર્શમાં કાર્યવાહી કરવાની રહેશે તેમ જણાવવામાં આવેલ છે.

ત્યારબાદ મહેસૂલ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૨) પરના ઠરાવથી રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ(COVID-19) ના સંક્રમણને કારણે કર્મચારી/અધિકારીનાં દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ.૨૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પચીસ લાખ પુરા)ની સહાય માન.મુખ્ય મંત્રીશ્રીના રાહત નિધિમાંથી ચુકવવાનું ઠરાવેલ હોઇ, હવે પછી આર્થિક સહાય માટે મળતી દરખાસ્તો પરત્વે નાણા વિભાગનો પરામર્શ કરવો વહીવટી દ્રષ્ટિએ ઉચિત જણાતો નથી.

તદુપરાંત, સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૦ના ઠરાવ અન્વયે સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાયની દરખાસ્તો મંદર્ભે જરૂરી વિગતો અંગેનું નમૂનારૂપ ચેકલીસ્ટ પ્રસિદ્ધ કરવાની બાબત પણ સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આથી પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા નીચે મુજબની સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ઠરાવ:

(૧) સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૦ના ઠરાવ બન્યો સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાય અંગેની દરખાસ્તો પરત્વે હવેથી નાણા વિભાગનો પરામર્શ કરવાનો રહેશે નહિ, પરંતુ સંબંધિત વહીવટી વિભાગના વડાને આ સત્તાઓ રહેશે અને તેમણે આ સાથે સામેલ ચેકલીસ્ટને આધિન નિર્ણય કરવાનો રહેશે.

(૨) સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૦ના ઠરાવ અન્વયે સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાય અંગેની દરખાસ્તો, આનુષાંગિક કાગળો અને આ દરખાસ્તોની ચકાસણી તેમજ નિર્ણય માટે જરૂરી એવી તમામ વિગતો આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના ચેકલીસ્ટમાં મેળવી વિભાગે કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.

(૩) આ સુચનાઓના અર્થઘટન અંગે જરૂરીયાત જણાયે સંબંધિત વહીવટી વિભાગે સામાન્ય વહીવટ વિભાગનો પરામર્શ કરવાનો રહેશે. (૪) સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૦ના ઠરાવની અન્ય તમામ જોગવાઈઓ/શરતોય થાવત રહેશે.

અગત્યની લિંક

25 લાખ સહાય બાબત 3/8/2021 નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

 કોવિડ 19 નાં સંક્રમણ ને લીધે ઉત્પન્ન થયેલ સંજોગો માં  આવશ્યક સેવાઓનાં ભાગ રૂપે બજાવેલ ફરજો દરમિયાન સંક્રમિત થયેલ કર્મચારી અધિકારી નાં દુઃખદ અવસાન નાં કિસ્સાઓમાં તેઓના આશ્રિત કુટુંબ ને 25 લાખ ની સહાય આપવા બાબત ઠરાવ તા 3/8/21 સામાન્ય વહીવટ વિભાગ

No comments:

Post a Comment