Pages

Search This Website

Tuesday, August 3, 2021

મુખ્યમંત્રી બાળ સેવા યોજના સંપૂર્ણ માહિતી અને ફોર્મ

 મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જે બાળકના માતા અથવા પિતા પૈકી કોઇ એક મ્રુત્યુ પામ્યા હોય તેવા બાળકો માટે ગુજરાત રાજ્યના માન. મુખ્ય મંત્રીશ્રી દ્વારા યોજના જાહેર કરવામાં આવેલ છે જે યોજના અંતગર્ત એવા બાળકોને આર્થીક સહાય કરવામાં આવે છે કે જે બાળકના માતા અથવા પિતા પૈકી કોઇ એકનું કોરોનાના સમયગાળા દરમ્યાન અવસાન પામેલ હોય (કોરોના સમયગાળો એટલે માર્ચ – ૨૦૨૦ થી કોરોના મહામારીના અંત સુધીનો સમયગાળો) તેવા કેસમાં બાળકને આ યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે. આ યોજનામાં ૦ થી ૧૮ વર્ષના અભ્યાસ ચાલુ હોય તેવા બાળકોને દર મહિને રૂ. ૨૦૦૦/- આર્થીક સહાય કરવામાં આવશે. 

મુખ્યમંત્રી બાળ સેવા યોજના

(જે બાળકના માતા અથવા પિતા પૈકી કોઇ એક મૃત્યુ પામ્યા હોય તેવા બાળકો માટેની યોજના)

આ યોજના અંતગર્ત એવા બાળકોને આર્થીક સહાય કરવામાં આવે છે કે જે બાળકના માતા અથવા પિતા પૈકી કોઇ એકનું કોરોનાના સમયગાળા દરમ્યાન અવસાન પામેલ હોય તેવા કેસમાં બાળકને આ યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે. (કોરોના સમયગાળો એટલે માર્ચ - ૨૦૨૦ થી કોરીના મહામારીના અંત સુધીનો સમયગાળો

આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા:

- આ યોજના અંતગર્ત 0 થી 18 વર્ષની વય જુથના બાળકોનો સમાવેશ થાય છે. - બાળક શાળાએ અભ્યાસ કરતો હોવો જોઇએ અને બાળકની માતા અથવા પિતા પૈકી કોઇ એક અવસાન પામેલા હોવા જોઇએ. અવસાનની તારીખ માર્ચ - ૨૦૨૦ કે તે પછીની હોવી જોઇએ) - આ યોજના અંતગત બાળકોને માસિક 2000 ₹ ની સહાય બાળક 18 વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી મળશે તથા બાળકા માતા આવા પિતા પૈકી કોઇ એક જે માસમાં મૃત્યુ પામેલ હોય તે માસથી આ સહાય મળવાપાત્ર થશે. જે બાળકનું કુટુંબ ગુજરાતનું મુળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતું હોય તેવા બાળકોને યોજનાનો લાભ મળવાપાત્ર થશે. - બાળકને મળતી સહાય તેના પાલક માતા અથવા પિતાએ બાળકના વિકાસ માટે ખર્ચવાની રહેશે. જો બાળક અભ્યાસ બંધ કરશ તેવા કિસ્સામાં સહાય બંધ કરવામાં આવશે. મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની સહાય મજુર/નામજુર કરવાની સત્તા જીલ્લાની SPONSORSHIP એન્ડ  FOSTER CARE APPROVAL COMMITTEE (SAC)ની રહેશે.


યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો -

  • - બાળકનો જન્મનો દાખલાનો પ્રમાણીત નકલ
  • (તલાટી, શાળાના આચાર્ય આંગણવાડી કાર્યકર દ્વારા કાઢી આપેલ હોવો જોઇએ) અબતકના અભ્યાસની શાળાના આચાર્યશ્રીનો બાળકનો ચાલુ અભ્યાસનો દાખલો | અસલ)
  • બાળકની માતા અથવા પિતા બંને પૈકી જે પરણ પામેલ હોય તેમના મરણનો દાખલો ( પ્રમાણીત નકલ ) - બાળક હાલમાં જેની પાસે રહે છે તે પાલક મારા અથવા પિતાનું આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડની પ્રમાણીત નકલ
  • બાળકના આધારકાર્ડની પ્રમાણીત નકલ
  • જો બાળકની ઉંમર ૧૦ વર્ષ કરતા નાની હોય તો બાળકને રાખનાર પાલક પિતા અથવા માતાનું બેન્ક એકાઉન્ટની પ્રમાણીત નકલ છે અને જો બાળકની ઉંમર ૧૦ વર્ષ કરતા વધુ હોય તો બાળકની પોતાની બેંક એકાઉન્ટની પ્રમાણીત નકલ
  • - બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો (અરજી ફોર્મ પર લગાવવો )
  • બાળકનો પાલક માતા-પિતા સાથેનો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો આ કોઇ પણ બે સાક્ષીઓના ઓળખ પુરાવા બીડવાના રહેશે.
  • -ઉપરોક્ત બધા જરૂરી દસ્તાવેજોની પ્રમાણીત કરેલ નકલ અરજીફોર્મ સાથે જોડવાની રહશે.

અગત્યની લિંક



મુખ્યમંત્રી બાળ સેવા યોજના સંપૂર્ણ માહિતી અને ફોર્મ

No comments:

Post a Comment