Pages

Search This Website

Wednesday, August 4, 2021

ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત.

 ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા આપના જિલ્લાની શાળાઓ દ્વારા માધ્યમ, વિષય પ્રમાણે ધોરણ 9 થી 12 માં વિદ્યાર્થી સંખ્યા મુજબ પાઠ્યપુસ્તકોની જરૂરીયાત મેળવેલ હતી. તે મુજબ શૈક્ષણિક વર્ષ 2021-22 માટેના ધોરણ-9 થી 12 ના પાઠ્યપુસ્તકો શાળા વિકાસ સંકુલ સુધી પહોંચાડેલ છે. શાળા વિકાસ સંકુલને મળેલ પાઠ્યપુસ્તકો અંગેની રીસીવ્ડ ટેક્સ્ટબુકની ડેટા એન્ટર કરવાની કામગીરી SVS લોગીન દ્વારા કાર્યરત છે. આ કામગીરી પૂર્ણ થયે જ નીચે મુજબ પાઠ્યપુસ્તકોની નવી માંગણી સ્વીકારશે.

COVID-19 મામારીને લીધે સરકારશ્રીના નિર્ણય અનુસાર માસ પ્રમોશન અને વર્ગ વધારામાં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોય તેવી શાળાઓ પાસેથી શાળા વિકાસ સંકુલ કન્વિનરશ્રી દ્વારા વધારાના પાઠ્યપુસ્તકોની માંગણીનું સંકલન કરવું, ત્યારબાદ gshstb.online વેબસાઈટ પર SVS Login દ્વારા ધોરણ 9 થી 12 માં માધ્યમ, વિષય અને વિદ્યાર્થી સંખ્યા મુજબ પાઠ્યપુસ્તકોના જરૂરીયાતની ઓન-લાઈન ડેટા એન્ટર કરવાની કામગીરી તા.05/08/2021 થી તા.15/08/2021 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

ઓનલાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં નીચેની સૂચનાઓને ધ્યાને લઈ કામગીરી કરવી. - ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ટેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવાની કામગીરી gsbstb.online વેબસાઈટ દ્વારા કરવાની રહેશે. - gsbstb.online વેબસાઈટ પર દરેક શાળા વિકાસ સંકુલVS) અને જિલ્લાના લોગીન યુઝરની યાદી આપેલ છે. તેમાં આપેલ આપના શાળા વિકાસ સંકુલ(SVS) ના યુઝર નેમ દ્વારા જ લોગીન કરવું. - Received Bools મેનુ પસંદ કરો. તેમાં મળેલ પાઠ્યપુસ્તકોની નોંધ કરો. આ માહિતી Confirm and Lock કરો.

- ત્યારબાદ Request Books મેનુ ખુલશે. તેમાં વધારાની પાઠ્યપુસ્તક માંગણી કરી શકશો જેમાં, શાળાનો પ્રકારઃ સરકારી, અનુદાનિત, મોડેલ સ્કુલ, આશ્રમ શાળા પસંદ કરો, - ધોરણ, માધ્યમ, વિષય પસંદ કરી પાઠ્યપુસ્તક જરૂરીયાતની સંખ્યા એન્ટર કરી Submit  કરો.

આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Reports મેનુમાં જઈ રીપોર્ટ ચેક કરો. જેમાં Round – 2 ની માહિતી તપાસો.

તમામ ઉપરોક્ત માહિતી એન્ટર કરી રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટમાં "Confirm and Lock" પર ક્લીક કરવાથી આપની માહિતી લોક થશે. ત્યારબાદ આ માહિતીમાં કોઈ સુધારો-વધારો થઈ શકશે નહીં. આ કામગીરી શાળા વિકાસ સંકુલ કક્ષાએથી તા.15/08/2021 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

- આ માહિતી કન્ફર્મ એન્ડ લીક થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પોતાના લોગીનમાં જઈ શાળા વિકાસ સંકુલ મુજબ ઉપરોક્ત તમામ માહિતી જોઈ અને તેની ચકાસણી કરી શકશે.

આપના જિલ્લાના તમામ શાળા વિકાસ સંકુલની ડેટા એન્ટર કરવાની કામગીરી શરૂ, કાર્યરત કે પુર્ણ કરેલ હોય તથા તમામ શાળા વિકાસ સંકુલના કન્વિનરશ્રીએ કન્ફર્મેશન આપેલ છે. જે Status જિલ્લાના લોગીનમાં જોઈ શકાશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જિલ્લાના તમામ શાળા વિકાસ સંકુલ કન્ફર્મ એન્ડ લોક થયા બાદ અને રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ જિલ્લાના લોગીન રીપોર્ટમાં “Confirm and Lock" પર ક્લીક કરવાથી આપના જિલ્લાની માહિતી લોક થશે. પાઠ્યપુસ્તકની જરૂરીયાત બતાવતી વખતે આપના શાળા વિકાસ સંકુલમાં આવતી શાળાઓના રજીસ્ટરમાં દર્શાવેલ ધોરણવાર વિદ્યાર્થી સંખ્યા ઉપરોક્ત બાબતને ધ્યાને લઈ માહિતી ભરવા ભલામણ છે.

- ઉપરોક્ત મળેલ તમામ શાળાઓ માટેના પાઠ્યપુસ્તકની જરૂરીયાતની ચકાસણી માન,કમિશનરશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ પાઠ્યપુસ્તકો આપના શાળા વિકાસ સંકુલ સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ મળેલ માંગણી મુજબના પાઠ્યપુસ્તકો તા.17/08/2021 બાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તરફથી મોકલી આપવામાં આવશે.

- ત્યારબાદ કોઈપણ પાઠ્યપુસ્તકની માંગણી રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં. આમ, શૈક્ષણિક વર્ષ-2021-22 માટેના બીજા તબક્કાના પાઠ્યપુસ્તકોની જરૂરીયાતની માહિતી એન્ટર કરવાની અને આપની કક્ષાએથી ઉપરોક્ત કામગીરી તા.17/08/2021 સુધીમાં આપના જિલ્લાના લોગીનમાં જઈ પુર્ણ કરવા આપશ્રીને જાણ કરવામાં આવે છે.

ચાલુ વર્ષે આપના તરફથી ખુબ સાથ અને સહકાર મળવાથી શાળા અને લાભાર્થી વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તકો સમયસર પહોંચી ગયા છે. જે બદલ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આપનો આભાર માને છે અને ભવિષ્યમાં આવો જ સહકાર મળશે તેવી અપેક્ષા સેવવામાં આવે છે.

અગત્યની લિંક

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.

ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા માહિતી આપવા બાબત.

No comments:

Post a Comment