૧૫ ઓગષ્ટ-૨૧ સ્વાતંત્રય દિન નિમિતે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત પરિપત્ર
અગત્યની લિંક
વાલી સંમેલનનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
વર્ષ-૨૦૨૧-૨૨માં સમાજ જાગૃતિ તથા જન જાગૃતિના સંદર્ભમાં ગામના નાગરિકો,કેળવણીકારો,શાળામાં ભણતા બાળકોના વાલીઓ જેટલા જાગૃત હશે, શાળાના વિકાસમાં જેટલો રસ ધરાવશે તેટલી શાળા વધારે જીવંત તથા સમૃધ્ધ બનશે ઉપરાંત ગામના તમામ બાળકોને શાળામાં શિક્ષણ માટે નિયમિત મોકલશે અને ગુણવત્તાયુકત શિક્ષણની અનિવાર્યતા સમજો પરિણામે શાળા ધ્વારા સારા નાગરિકોનું ઘડતર થશે ધર એ પણ એક શાળા છે.વાલી જાગૃત હશે,તો જ બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરશે.આ સંદર્ભમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ કે.જી.બી.વીમાં વર્ષ ૨૦૨૧-૨૨માં વાળી સંમેલનનું આયોજન કરવા થી જણાવવામાં આવે છે.
(૧) વાલી સંમેલનના ચર્ચા કરવાના મુદાઓ
- સમગ્ર શિક્ષાની અલગ અલગ એકટીવીટીની ચર્ચા.
- શાળામાં શિક્ષણ WSDP (Whole School Development Plan) - શાળા સ્વચ્છતા, ટોયલેટ સ્વચ્છ તેમજ ચોખ્ખું પાણી અંગે ચર્ચા.
> બાળકોના પ્રવેશ નિયમિતતા શિક્ષણની ગુણવત્તા પર વિચારણા અને ચિંતન.
> ૬ થી ૧૪ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોના પ્રવેશ અને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના આયોજન બાબત.
> વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકી CWSN સાધન સામગ્રીની પ્રાપ્તિ જાણકારી.
- ટ્રાન્સપોર્ટ તથા એસ્કોર્ટની સગવડતાનું યોગ્ય આયોજન > ડ્રોપ આઉટ અને કન્યા શિક્ષણ માટે ચિંતન.
જ્ઞાનકૂંજ પ્રોજેક્ટ,સ્કૂલ ઓફ એકસીન્સ કાર્યક્રમ બાબતે ચર્ચા.
> સાંસ્કૃતિક પ્રવૃતિઓ રમત ગમતના કાર્યક્રમો બાબતે વિચારણા - વૃક્ષારોપણ,જળસંચય,ગ્રીનસ્કુલ,કમ્પ્યુટર લેબનો ઉપયોગ માટે વિચારણા.
(ર) વાલી સંમેલનમાં કૌણ આમંત્રિત હશે.એસ.એમ.સી.એમ.સીના સભ્યો ઉપરાંત શાળામાં ભણતાં અન્ય બાળકોના વાલીઓ,જે તે વિસ્તારના વડીલ આગેવાન વ્યકિતઓ,ગામના રોલ મોડેલ સમાન વ્યકિતઓ ગામ પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યકિતત્વ ધરાવતા કેળવીકારો (૩) શાળાઓમાં પ્રવૃત્તિઓની ચર્ચા પ્રથમ સત્રમાં તમામ એસ.એમ.સીકે.એમ.સી.માં ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૧ ના સ્વાતંત્રય દિન નિમિત્તે વાલી સંમેલનની ઉજવણી કરવાનું આયોજન કરવાનું રહેશે. (૪) શાળા સુવિધા ગ્રાન્ટની ચર્ચા.
એક વાલી સંમેલનના સરભરા ખર્ચ રૂ.૨૦૦/-અને ડોકયુમેન્ટેશનના રૂ.૧૦૦૮મંજુર થયેલ છે.જેથી તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા કેજીબીવીમાં શાળા દીઠ રૂ.૩૦૦/-ખર્ચ કરવાનો રહેશે. આ ખર્ચ GOG Budget EDN-10 હેઠળ ઉધારવાનો હેશે.આ અંગેની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી એસ.એમ.સી./કે.એમ.સી માં PMS થી જમા થાય તે રીતે કાર્યવાહી કરવા ડી.પી.સીશ્રીઓ અને શાસનાધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે.
(૫) વાલી સંમેલન માં નીચે મુજબની ખાસ તકેદારી રાખવી
1. વાલી સંમેલનમાં આવનાર સભ્યોને (કોવીડ-૧૯ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા પણ જણાવવામાં આવે છે. 2. વાલી સંમેલનની સફળતાની શરતો માટે અસરકારક આયોજન તથા મોનીટરીંગ કરાવવાનું રહેશે.
3. જે વાલી સંમેલન થાય તેની વિગતવાર નોંધ રાખવી અને વિઝીટબુકમાં સહીઓ લેવી તથા ડોકયુમેન્ટેશન કરાવવાનું રહેશે.
4. વાલી સંમેલનમાં જે સુચનો થયા હોય તેનું સત્વરે અમલીકરણ થાય તે ખાસ જોવાનું રહેશે. 5. વાલીસંમેલનનો સમય ગામના આગેવાનો તેમજ વાલીઓને અનુકૂળ તેવો રાખવાનો રહેરશે.
No comments:
Post a Comment