Pages

Search This Website

Monday, August 9, 2021

સ્કૂલ ઓફ એક્સીલન્સ શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ કરવા બાબત

 સ્કૂલ ઓફ એક્સીલન્સ શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ કરવા બાબત

અગત્યની લિંક

પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો.

જિલ્લામાં Schools of Excellence (SOE) અંતર્ગત પ્રથમ તબક્કાની શાળાઓની પસંદગી થઇ ગયેલ છે. GCERT ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોના વ્યાખ્યાતાશ્રીઓ માટે યોજાયેલ કાર્યશાળાઓમાં થયેલ ચર્ચા અનુસાર જિલ્લા કક્ષાએથી પ્રત્યેક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા SOE અંતર્ગત પસંદગી પામેલ શાળાઓની શૈક્ષણિક ગુણવત્તામાં વૃદ્ધિના હેતુથી શાળાઓના હેન્ડહોલ્ડિંગની કામગીરી કરવાની થાય છે.

આ કામગીરી સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની DRU શાખાના માર્ગદર્શનમાં કરવાની રહેશે. આ માટે નીચેના જેવા માર્ગદર્શક સૂચનો મુજબ કામગીરી થઇ શકે.

• જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તાલુકા લાયઝન વ્યાખ્યાતાશ્રી અને સ્કૂલ ઇન્સ્પેકટર્સની * G5QAC સ્કૂલ એક્રેડિટેશન કેમવર્ક અને સ્કૂલ રીપોર્ટ કાર્ડના વિવિધ પરિમાણોની સ્પષ્ટતા કરવી * શાળાના એક્રેડિટેશન રીપોર્ટ કાર્ડના વિશ્લેષણને આધારે શાળાએ SDE અંતર્ગત કરવાની કામગીરીના ક્ષેત્રોની ઓળખ કરવામાં મદદ કરવી.

ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં સુધારણા માટેની યોજના (Action Plan) તૈયાર કરવામાં મદદરૂપ થવું. યોજનાના અમલીકરણના વિવિધ તબક્કે શાળાઓનું માર્ગદર્શન કરવું.

• શાળાઓને પ્રવર્તમાન ગ્રેડથી ગ્રીન કેટેગરી ૩ સ્ટાર રેનિંગ સુધી પહોંચવા માટે 'TIME_BOUND MICRO_PLANNING' કરવામાં સહાયક બનવું, બ્લેક તેમજ રેડ કેટેગરીની શાળાઓની તાલીમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ SDP/Action Plan તૈયાર કરવાના અનુભવોનો આધાર લઇ શકાય. • જિલ્લા કક્ષાએ થનાર આયોજનમાં શાળાના વિદ્યાર્થીઓમાં અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ FOUNDATIONAL LITERACY AND NUMERACY (FLN) જેવી Academic બાબતો પર વિશેષ ધ્યાન આપવું.

જિલ્લા કક્ષાએ વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા પણ SCE શાળાઓના માર્ગદર્શન અને હેન્ડ હોલ્ડિંગની કામગીરી થનાર છે. આથી, આપની કક્ષાએથી યોગ્ય સંકલન કરી આયોજન કરવા વિનંતી. આપની કક્ષાએથી આ કામગીરી માટે કરેલ આયોજનની જાણ અંગેની કચેરીને કરવાની રહેશે.

No comments:

Post a Comment