Pages

Search This Website

Saturday, August 7, 2021

હવે કોરોના વેકસીન નું સર્ટિફિકેટ મેળવો તમારા Whatsapp માં.

 સરકારશ્રીની એક વધુ‌ સુવિધા::

હવે તમે કોરોનાની રસી લીધી હશે તો કોરોના રસીનું સર્ટિફિકેટ તમારા વોટ્સએપમાં મેળવી શકો છો. આજ નંબર પરથી કોરોના ને લગતી તમામ માહિતી તમે મેળવી શકો છો. કયા સેન્ટર પર કોરોના રસીના કેટલા ડોઝ ઉપલબ્ધ છે તે પણ તમે આ નંબર પરથી જાણી શકો છો. Whatsappમાં વેકસીનનું સર્ટી કેવી રીતે મેળવશો તે નીચેના સ્ટેપ દ્વારા જાણી શકો છો. આ માહિતી ગમે તો તમારા મિત્રોને પણ મોકલો. રોજે રોજ નવા સમાચાર અને માહિતી માટે આ વેબસાઈટ જોતા રહો.

વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે‌ તમારા વોટ્સએપ ‌ઉપર....

તમારા કોન્ટેક્ટ માં 9013151515 નંબર ઉમેરો. My Gov Corona Helpdesk નામ આપો.

https://api.whatsapp.com/send/?phone=%2B919013151515&text=Download+Certificate&app_absent=0

વોટ્સએપ ચાલુ કરી ને આ કોન્ટેક્ટ શોધો.

Download Certificate લખીને મોકલો.

તરત જ તમારા રજીસ્ટર્ડ ‌મોબાઈલમા OTP આવશે.

વોટ્સએપ માં આ OTP આપો.

તમારા મોબાઇલ ‌ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે‌નુ લિસ્ટ આવશે.

જે સર્ટિફિકેટ જોઈતું ‌હોય તે‌ મેમ્બરનો‌ નંબર મોકલો.

સર્ટિફિકેટ આવી જશે.

કોરોના વેકસીન રજીસ્ટ્રેશન માટે સરળ સ્ટેપ 

હાલ કોરોના મહામારીને લીધે કોરોનાની રસી લેવી ખૂબ જ આવશ્યક છે. 18 થી 44 વર્ષના લોકો માટે દરેક જિલ્લામાં આજથી રસી આપવાનું શરૂ થયેલ છે. 18 થી 44 વર્ષના યુવાનો માટે રસી ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી જ મળશે એટલે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના માટે આટલા સ્ટેપ કરો.

રસીનું રજીસ્ટ્રેશન કરવા માટેના સ્ટેપ્સ.

 • રજીસ્ટ્રેશન પોર્ટલ : https://selfregistration.cowin.gov.in/ ઓપન કરો.
 • તમારો મોબાઈલ નંબર આપીને get otp પર ક્લિક કરો.
 • તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જેને વેબસાઇટ પર દાખલ કરો.
 • Otp સપોર્ટ કરતાં જ નવું પેજ ખુલશે તેમાં તમારી વિગતો દાખલ કરો.
 • ફોટો એડિટ નો પ્રકાર પસંદ કરો અને ફોટો આઈડી નંબર નાખો
 • ફોટો આઇડી માટે તમારું આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાનકાર્ડ પાસપોર્ટ ચુંટણીકાર્ડ આમાંથી કોઈપણ એક માન્ય રહેશે.
 • પછી તમારું નામ જાતે જન્મતારીખ સહિતની વિગતો ભરો અને રજિસ્ટર પર ક્લિક કરો.
 • પરભાત તમારી નજીકનું કોવિડ વેક્સીનેશન સેન્ટર પસંદ કરો.
 • સેન્ટર પસંદ કર્યા બાદ ટાઈમ નો સ્લોટ પસંદ કરો.
 • બધી વિગતો ચકાસીને કન્ફર્મ કરો.
 • તમારું રજીસ્ટ્રેશન આરતી સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાશે.


COVID-19 Vaccine Registration: 18 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના રસીનું રજિસ્ટ્રેશન ચાલુ જ છે, જાણો ક્યાં અને કેવી રીતે Registration કરાવશો.

કોરોના સંક્રમણને કાબુમાં લેવા સરકારે રસીકરણને વધુ સઘન બનાવવા તૈયારીઓ કરી છે. સરકારે 18થી 45 વર્ષના લોકોને મફ્ત રસી આપવાનું નક્કી કર્યું છે. ત્યારે આજથી રસી માટે લોકો રજીસ્ટ્રેશન કરી શકશે. અને નામની નોંધણી અને એપોઈમેંટ વગર રસી આપવામાં આવશે નહી. કોરોનાની રસી લેવા માટે 18 વર્ષથી ઉપરના લોકો આજથી કોવિન અથવા તો ઓરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરી શકશે. સરકારે વેક્સીન લગાવવા ઈચ્છુક 18થી 45 વર્ષથી વધુના લોકો માટે કોવિન વેબ પોર્ટ પર રજીસ્ટ્રેશન કરવાનું એને વેક્સિનેશન માટે એપોઇન્ટમેન્ટ લેવાનું ફરજીયાત કર્યું છે અને કહ્યું છે કે વેક્સીન કાર્યક્રમની શરૂઆતમાં અફરાતફરીથી બચવા માટે વેક્સિનેશન કેંદ્રો પર રજીસ્ટ્રેશન કરવામાં નહી આવે. જો કે 45 વર્ષથી વધુના લોકો વેક્સિનેશ કેંદ્ર પર રજીસ્ટ્રેશન કરાવીને રસી લઈ શકે છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ પ્રથમ તબક્કાની માફક જ રહેશે.

આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન ?


આરોગ્ય સેતુ એપ પર તમને Cowin નું ડેશબોર્ડ દેખાશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે લોગઈન/રજિસ્ટર પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા 10 અંકના મોબાઈલ નંબરને નાખવાનો રહેશે. તમારા નંબર પર OTP આવે તેને એન્ટર કરવાથી તમારો મોબાઈલ નંબર વેરિફાય થશે. ત્યારબાદ તમારે તમારું નામ, જન્મતિથિ, જેન્ડર જેવી બેઝિક ડિટેલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ તમને એક પેજ દેખાશે જેના પર તમે વધુમાં વધુ 4 અન્ય લાભાર્થીઓને તે મોબાઈલ નંબરથી જોડી શકો છો. ત્યારબાદ જેવો તમે તમારો પિનકોડ નાખશો કે તમારી સામે વેક્સિનેશન સેન્ટરોની યાદી ઓપન થશે. તેમાંથી તમે તમારું મનગમતું સેન્ટર પસંદ કરો. તમને રસીકરણ ડેટ અને ટાઈમિંગની જાણકારી મળી જશે.

No comments:

Post a Comment