વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન “હોમ લર્નિંગ” અંતર્ગત બાળકવાર ડીજીટલ માધ્યમના ઉપયોગનો સર્વે કરાવવા બાબત.
*બીઆરસી /સીઆરસી કો. ઓ. તમામ* વિષય: વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન “હોમ લર્નિંગ” અંતર્ગત બાળકવાર ડીજીટલ માધ્યમના ઉપયોગનો સર્વે કરાવવા બાબત.
સંદર્ભ: (૧) એમ.એચ.આર.ડી. ના પત્ર ક્રમાંક: D.O No.10-2/2020-IS-4 dated 9/7/2020
(૨) એમ.એચ.આર.ડી. ના પત્ર ક્રમાંક: D.O No.10-2/2020-IS-4 dated 17/7/2020
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, હાલમાં રાજ્યની કોવિડ-૧૯ની મહામારીને કારણે બાળકોના શિક્ષણને અસર ન થાય તે માટે ધોરણ-૧થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ માટે “હોમ લર્નિંગ” અંતર્ગત વિવિધ માધ્યમો ધ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ શરૂ કરેલ છે. આ ઉપરાંત પણ “હોમ લર્નિંગ” માટે અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરેલ છે.
ગત વર્ષની જેમ વર્ષ ૨૦૨૧-૨૨ માટે હોમ લર્નિંગ માટેના કાર્યક્રમો તથા પ્રસારણ જોવા માટે ધોરણ-૧થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ ક્યા ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરે છે તેનો ઉપરોક્ત સંદર્ભ (૧) અને (૨) દર્શિત પત્ર અન્વયે બાળકવાર સર્વે કરવાનો રહે છે. આ કામગીરી માટે આધાર એનેબલ્ડ ડાયસ – ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપર બાળકવાર માહિતીને આધારે બાળક પાસે હોમ લર્નિંગ માટે ક્યા ડીજીટલ માધ્યમ ઉપલબ્ધ છે તેનું મેપીંગ કરવાનું થાય છે. તે અંગેની લીંક દરેક (સરકારી, ગ્રાન્ટેડ, આશ્રમ, ખાનગી સહીત તમામ) શાળાના લોગીનમાં ઉપલબ્ધ છે. સદર સર્વે માટેની માહિતી બાળકવાર ક્યા ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરે છે તે અપડેટ કરવાનું રહેશે. સદર કામગીરી દિન-૧૫માં પૂર્ણ થાય તે જોવા આપની કક્ષાએથી જરૂરી આદેશ તથા સમીક્ષા થવા જણાવવામાં આવે છે.
અગત્યની લિંકડિજિટલ માધ્યમ અપડેટ કરવા અહીં ક્લિક કરો.
વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન “હોમ લર્નિંગ” અંતર્ગત બાળકવાર ડીજીટલ માધ્યમના ઉપયોગનો સર્વે કરાવવા બાબત.
બાળક પાસે હોમ લર્નિંગ માટે ક્યા ડીજીટલ માધ્યમ ઉપલબ્ધ છે તેનું મેપીંગ કરવાનું થાય છે. તે અંગેની લીંક દરેક (સરકારી, ગ્રાન્ટેડ, આશ્રમ, ખાનગી સહીત તમામ) શાળાના લોગીનમાં ઉપલબ્ધ છે. સદર સર્વે માટેની માહિતી બાળકવાર ક્યા ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરે છે તે અપડેટ કરવાનું રહેશે. સદર કામગીરી દિન-૧૫માં પૂર્ણ થાય તે જોવા આપની કક્ષાએથી જરૂરી આદેશ તથા સમીક્ષા થવા જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment