*RTE 2022-23*
ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકની ઉમર તારીખ ૦૧/૦૬/૨૦૨૨ નાં રોજ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો R.T.E ની પ્રોસેસ ચાલું થયા બાદ બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.
IMPORTANT LINKS
📌તારીખ *30/03/2022 થી 11/04/2022 સુધી* ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
*અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા વિનંતી*
*R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ*
૧. વિદ્યાર્થીના બે ફોટા
૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૩. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૪. માતાપિતાનું આધાર કાર્ડ.
૫. બેંક પાસબુક ( બાળક/પિતા/માતા
કોઇપણનું )
૬. આવકનો દાખલો (મામલતદારનો)
૭. લાઇટબિલ , રેશનકાર્ડ
૮. પિતાનો જાતિનો દાખલો ( જો લાગું
પડતુ હોય તો )
૯. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )
૧૦. જો બાળકે સરકારી આંગળવાડીમાં
૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો
આંગળવાડી નો દાખલો.
૧૧. સંતાન માં એક માત્ર દીકરી હોય તો તે
અંગેનો નગરપાલિકાનો દાખલો.
*નોંધ :* તમામ ડોક્યુમેન્ટસ ઓનલાઇન અપલોડ કરવાનાં રહેશે.
No comments:
Post a Comment