Pages

Search This Website

Sunday, April 3, 2022

પ્રાથમિક શિક્ષકોના બદલી અંગેના નવા નિયમો 1/4/2022.

 રાજ્યના ૨ લાખ શિક્ષકોના વ્યાપક હિતમાં શિક્ષણ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

Important News

પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમોનો પરિપત્ર 1/4/2022 

¤રાજ્યના વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો,ઉચ્ચ પ્રાથમિક શિક્ષક અને મુખ્યશિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરતી રાજ્ય સરકાર

¤*આ નિર્ણયથી શિક્ષકોના ઘરમાં દિવાળીનો માહોલ સર્જાશે-શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી*

¤શિક્ષકોને હવે ૪૦% જિલ્લાફેર ના બદલે ૧૦૦% જિલ્લા ફેરબદલીનો લાભ મળશે*

¤એક જ જગ્યાએ ૧૦ વર્ષ નોકરી કરવાની શરત દૂર કરી પ  વર્ષ કરવામાં આવી*

¤અરસપરસ બદલીની છેલ્લી તા.૨૬ માર્ચ હતી તે વધારીને હવે આવતી તા.૩ જી મે સુધીમાં તારીખ સુધી અરજી કરી શકાશે*

¤શૈક્ષણિક મહાસંઘોની રજૂઆતો ધ્યાનમાં લઇ તેમના પરામર્શ કરી ઠરાવમાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યાં*

¤ *બદલીના નિયમો ઠરાવ સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે..*

¤ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશા-નિર્દેશાનુસાર બે લાખથી વધુ શિક્ષક પરિવારને સ્પર્શતા નિર્ણયો લેવાયાં*

Ø *અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે*

Ø *જિલ્લાફેર, અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવાં જરૂરી હતાં તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી*

Ø *૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે*

Ø *જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે*

Ø *પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે*

Ø *બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઇ* 


********

રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ વિભાગના મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા શૈક્ષણિક સંઘો મહાસંઘોની લાગણી અને માગણીને સામેલ કરી રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની જિલ્લાફેર બદલીઓના નિયમો સંદર્ભે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે.


જેનો લાભ અંદાજે ૨ લાખથી વધુ શિક્ષકો તથા તેમનાં આશ્રિત ૧૦ લાખ પરિવારજનોને થશે. આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે રાજ્યના શિક્ષકોના ઘરે દિવાળીનો માહોલ સર્જાશે. અત્યારે ચૈત્રી નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યાં છે અને હિંદુઓના નવા વર્ષની ઉજવણી થઈ રહી છે તેવા અવસરે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના વ્યાપક હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણયનો અમલ થાય તે માટે નવા નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

 

શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ૧૦ વર્ષ પહેલાં વર્ષ-૨૦૧૨ માં પ્રાથમિક શિક્ષકોની બદલીઓ સંદર્ભે નિયમો ઘડાયા હતાં. આ નિયમોમાં બદલાવ માટે પ્રાથમિક શિક્ષણના સંઘો દ્વારા રજુઆતો થઇ હતી એ સંદર્ભે રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંપૂર્ણ સંવેદના સાથે નિયમોમાં મહત્વના ફેરફાર કરવા દિશા-નિર્દેશો આપ્યાં હતાં.


આ અંગે બે દિવસમાં ઠરાવ કરવાની વિધાનસભા ગૃહમાં પણ ખાતરી આપી હતી. તેને ધ્યાનમાં રાખીને આજથી જ આ ઠરાવ અમલમાં આવે તે રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.


મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘની રજૂઆતોને ધ્યાનમાં લઇ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લાં છ મહિનાથી આ અંગે વિવિધ રજૂઆતો ધ્યાનમાં લઈને વ્યાપક સંશોધન દ્વારા આ ઠરાવ રાજ્યના આશરે ૨ લાખ શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.


શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં કરેલા ઐતિહાસિક સુધારાની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો તા.૨૩/૦૫/૨૦૧૨ના ઠરાવથી નિયત થયાં હતાં. માન્ય શૈક્ષણિક સંગઠનો તેમજ શિક્ષકોનું હિત ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયા૨ ક૨વામાં આવ્યાં છે. જે અંતર્ગત અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે. 

 

મંત્રીશ્રીએ કહ્યું કે, જિલ્લા ફેર, અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવાં જરૂરી હતાં તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી છે.

 

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, વિદ્યાસહાયકોની બદલી ન્યાયી રીતે થાય તેનું મંથન કરીને ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવાં શિક્ષકો પ વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ/પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.

 

મંત્રીશ્રી વાઘાણીએ કહ્યું કે, પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. 


શિક્ષણ મંત્રી શ્રીએ વધુ એક જાહેરાત કરતાં જણાવ્યું કે, આ ઉપરાંત અરસપરસ બદલી કરવા માટે અરજી કરવાની છેલ્લી તા.૨૬ માર્ચ હતી તે વધારીને હવે આવતી તા.૩જી મે સુધી લંબાવવામાં આવી છે.


તે ઉપરાંત બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. એટલે કે બદલી બાબતે જે કોઇ રજૂઆત / ફરિયાદ હોય તો સંબંધિત શિક્ષક / મુખ્ય શિક્ષક દ્વારા ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆત કરી શકાશે અને ફરિયાદ નિવારણ સમિતિ તેનું નિરાકરણ ક૨શે. જેથી શિક્ષકોને બિનજરૂરી લીટીગેશનમાંથી મુક્તિ મળશે.


મંત્રીશ્રીએ જણાવ્યું કે, શિક્ષકો એ મારો પરિવાર છે. ત્યારે તેને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર પારદર્શક રીતે તેમની જિલ્લા ફેરબદલી થાય તે માટે સંવેદનશીલ છે. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ શૈક્ષણિક સંઘોની રજૂઆતો માન્ય રાખીને શિક્ષણ જગતમાં વ્યાપક હિતમાં આ ઠરાવ આજે બહાર પાડવામાં આવ્યો છે.

***********

No comments:

Post a Comment