Pages

Search This Website

Wednesday, January 17, 2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળાઓ બંધ રાખવાની માંગ, શિક્ષક સંગઠનોએ સરકારને કરી રજૂઆત

 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળાઓમાં રજા જાહેર કરવા માંગ, શિક્ષક સંગઠનોએ સરકારને કરી રજૂઆત

શાળાઓમાં રજા રાખવાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે જણાવ્યું છે કે, રામ મંદિરમાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વિશેષ આયોજન આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવને સ્થાનિક સ્તરે ઉજવવા આહવાન કર્યું છે. સમગ્ર વિશ્વના આદર્શ પ્રભુ રામ ઘર આગમન મહોત્સવ ઉજવી શકે તેમજ લોક લાગણીને માન આપીને ગુજરાત રાજ્યની તમામ સ્કૂલોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં માગ કરી છે.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ધાર્મિક માહોલ જામ્યો છે. આ માટે દરેક શહેર અને દરેક ગામમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. 22 જાન્યુઆરીએ શિક્ષકો પણ ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને એક દિવસ માટે સ્કૂલોમાં રજા જાહેર કરવા માગ કરી છે.

તમને જણાવી દઈએ કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે. શ્રી રામ લલાની નવી મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

અગત્યની લીંક

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે 22/1/2022 ના રોજ 2.30 વાગ્યા સુધી રજા જાહેર કરવા બાબત પરિપત્ર

પરિપત્ર જોવા અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment