Pages

Search This Website

Saturday, October 2, 2021

ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ દ્વારા આપવામાં આવેલ આવકના દાખલા ત્રણ વર્ષ સુધી માન્ય રાખવા બાબત પરિપત્ર 1/10/2021

 ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ દ્વારા આપવામાં આવેલ આવકના દાખલા ત્રણ વર્ષ સુધી માન્ય રાખવા બાબત પરિપત્ર 1/10/2021

પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપર વંચાણે લીધા માર્ક (૧) પરના ઠરાવથી ગ્રામ પંચાયત કક્ષાએથી ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે આવકનું પ્રમાણપત્ર" આપવાનું સરકારશ્રી દ્વારા ઠરાવવામાં આવેલ છે. આ ઠરાવના અમલીકરણ અંતર્ગત વંચાણે લીધા ક્રમાંક (ર) પરના પરિપત્રથી જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. આ સૂચનાઓમાં સૂચના ન૮૧)માં આવકના પ્રમાણપત્રની માન્યતા માટે ૧૮એક) વર્ષ સુધી સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે. સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપર વંચાણે લીધા ક્રમાંક (૩) પરના ઠરાવથી આવકનું પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં ઈસ્યુ થયેલ હોય તે નાણાકીય વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે તેમ નક્કી કરવામાં આવેલ છે. આથી આવકના પ્રમાણપત્રની સમયમર્યાદામાં એકસૂત્રતા જળવાય તે માટે જરૂરી સૂચના બહાર પાડવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતુ, પુખ્ત વિચારણાને અંતે ઉપર વંચાણે લીધા કમાંક (૨) પરના પરિપત્રની સૂચના નં.(૧)માં આવના પ્રમાણપત્રની માન્યતા પ્રમાણપત્ર જે નાણાંકીય વર્ષમાં ઈસ્યુ થયેલ હોય તે નાણાકીય વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષ સુધી ગ્રાહ્ય રાખવા આથી સુધારો કરવામાં આવે છે.

ઉપર વંચાણે લીધા ક્રમાંક :(ર)પરના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૧૬/૧૦/૨૦૧૯ના પરિપત્રની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે.

અગત્યની લિંક : 

પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ દ્વારા આપવામાં આવેલ આવકના દાખલા ત્રણ વર્ષ સુધી માન્ય રાખવા બાબત પરિપત્ર 1/10/2021


No comments:

Post a Comment