Pages

Search This Website

Monday, December 26, 2022

શિયાળામાં ગાજર ખાવાના ફાયદા

શિયાળામાં ગાજર ખાવાના ફાયદા 

શિયાળામાં દરરોજ ગાજર અથવા તેના જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી રહે છે. તે આપણા શરીરેને અંદરથી ગરમાવો આપે છે. ગાજરના રસમાં કાળા મરી મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસી અને કફની સમસ્યાથી છૂટકારો મળે છે. જાણો, ગાજરના કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે...

કેલ્શિયમ પેક્ટીન ફાઇબર, વિટામિન A, B અને Cના ગુણોથી ભરપૂર ગાજરના સેવનથી કૉલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ ગાજરના સેવનથી ગેસ, ચૂંક, બળતરા, પેટમાં અલ્સર, અપચો અથવા પેટના આફરાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

ગાજરના રસમાં લીંબૂ અને પાલકનો રસ મિક્સ કરીને પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. ઇમ્યૂન સિસ્ટમ ઠીક રાખવા માટે દરરોજ ગાજરના રસમાં મધ નાંખીને પીઓ. તેનાથી પાચા તંત્ર ઠીક રહેવાની સાથે પેટની બીજી કેટલીય બીમારીઓમાં રાહત મળે છે.

ગાજરના રસમાં આંમળનો રસ અને સંચળ મિક્સ કરીને ખાવાથી યૂરિનમાં ઇન્ફેક્શન અને બળતરાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે. બીટ, પાલક અને ગાજરને દૂધમાં સારી રીતે ઉકાળીને દરરોજ પીઓ, તેનાથી શરીરમાં લોહીની ઉણપની સમસ્યા દૂર થાય છે. 

શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે.

ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.

ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે.

ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. આમ અનેક પ્રકારે ગાજર ઉત્તમ છે.

ગાજર શરીરને શક્તિ, ઉષ્મા અને પોષણ મળે છે.

લાંબા સમયથી માંદા રહેલા અશક્ત દર્દીઓ માટે ગાજર ઉત્તમ છે.

મંદ થઈ ગયેલી પાચનશક્તિને ફરીથી કાર્યશીલ બનાવવા અડધાથી માંડીને ચાર ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત પીવડાવી શકાય છે. તેનાથી પાચકશક્તિ વધે છે.

લોહીબગાડને કારણે ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, ખરજવું, શીળસમાં ગાજરનો રસ ઉત્તમ કામ આપે છે.

ગાજર પચવામાં હલકા અને ફાઈબ્રોઈડ હોવાને કારણે મળ અને વાયુને નીચે ધકેલે છે જેથી કબજિયાત પર ગાજર ઉત્તમ છે.

લાંબો સમય સુધી ગાજરના રસનું સેવન નિસ્તેજ, રુક્ષ ત્વચાને ચમક્દાર, સુંવાળી બનાવે છે.

જુના ખરજવા પર ગાજરને છીણીને તેની લુગદી બાંધવાથી ખરજવું મટે છે.

ગાજરનું સેવન સ્ત્રીનું માસિક નિયમિત બનાવે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે.

બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે.

આંખો માટે ગાજર ઉત્તમ છે.

ગાજરના રસને આદુ-લીંબુના રસ સાથે લઈ શકાય છે.

તાજા ફળો જેવાંકે મોસંબી, નારંગી, આંબળા, દ્રાક્ષ, સફરજનનાં રસ સાથે ગાજરનાં રસને ભેળવીને પણ પી શકાય છે.

દિવસમાં બે કે ત્રણ વખત ગાજરનો રસ પીવાથી શરીરને નુકશાનકારી નથી પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.

ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન 


ગાજર ખાવાના ફાયદા : –

વજન ઘટાડવા માટે :

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તમારા ડાયટમાં ગાજરનો સમાવેશ કરવો જોઈએ. ગાજરમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેનાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે. માટે વજન પણ કંટ્રોલમાં રાખી શકાય છે.

ડાયાબિટીસ :

ગાજર ખાવાથી બ્લડ શુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે. ગાજર માં રહેલા પોષક તત્વો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર ખાવા અથવા ગાજરનો સૂપ પીવો એ ખૂબ જ લાભપ્રદ છે. 

ત્વચા માટે ફાયદાકારક :

ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, વિટામિન વિટામિન ઈ ત્વચાને હેલ્ધી રાખવામાં ખૂબ જ ફાયદો કરે છે. ગાજરની ડાયટમાં સામેલ કરી ને ત્વચાને હેલ્ધી રાખી શકાય છે.

પાચનક્રિયાને સારી બનાવે છે :

જેની પાચનક્રિયાને લગતી કોઈપણ સમસ્યા હોય તેમના માટે પણ ગાજર ફાયદાકારક છે. ગાજરમાં રહેલું ફાઇબર પાચન ક્રિયાને સારી બનાવવામાં મદદરૂપ બને છે. એના માટે ગાજરને આહારમાં સામેલ કરવા જોઇએ. એને તમે સૂપ અને સલાડના રૂપે લઈ શકો છો.

આંખો માટે ફાયદાકારક :

ગાજર માં રહેલા પોષક તત્વો આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજરમાં વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલાં છે. જે આંખો માટે ફાયદાકારક છે. 

કેન્સર સામે રક્ષણ મળે છે :

ગાજર ખાવાથી કૅન્સરનું રિસ્ક પણ ઓછું થાય છે ખાસ કરીને ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર માં વધુ રક્ષણ આપે છે. 

એન્ટી એજિંગ :

આપણા શરીરના સેલ રોજ કરતા હોય છે. સાથે રોજ નવા બનતા હોય છે. જ્યારે ગાજરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ સેલને ડેમેજ થતાં રોકે છે અને સેલ્સનું એજિંગ ઓછું થાય છે. જેથી જુવાની ટકી રહે છે.

હૃદય રોગમાં રક્ષણ આપે છે :

બીટા કેરોટીનની ભરપૂર ખોરાક થી હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે અને ગાજરમાં બીટા-કેરોટિન ભરપૂર માત્રામાં રહેલું છે. ગાજરની નિયમિત ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટાડો થાય છે.

શરીરના ટોક્સિન દૂર કરે છે :

ગાજરમાં રહેલું વિટામિન એ શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરે છે. લીવર માં રહેલા ફેટને બહાર કાઢવાનું કામ કરે છે. ગાજર માં રહેલા ફાઈબર કોલોનને સાફ કરીને શરીરનો કચરો બહાર કાઢે છે.

No comments:

Post a Comment